સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી.જી વણજારા સહિત 22 આરોપીઓ આરોપમુક્ત

By : kavan 12:27 PM, 21 December 2018 | Updated : 12:47 PM, 21 December 2018
મુંબઇ: કથિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને રાહત મળી છે. મુંબઈ CBI કોર્ટે 9 આરોપીને આરોપમુક્ત કર્યા છે. તો 3 આરોપીઓને કોર્ટે સાંભળ્યા વિના આરોપમુક્ત કર્યા છે.
  જેમાં અમિત શાહ, અભય ચૂડાસમા અને એન.કે. અમિનને આરોપમુક્ત કર્યા છે. ગુલાબચંદ કટારીયા અને અજય પટેલને પણ આરોપમુક્ત કર્યા છે. મહત્વનું છે કે કેસમાં 38 આરોપીઓ હતા. જેમાંથી 12ને CBI કોર્ટે આરોપમુક્ત કર્યા છે.
  આપને જણાવી દઇએ કે, બહુર્ચિચત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે CBIની વિશેષ કોર્ટ ચુકાદો આપ્યો હતો. 2005માં થયેલા કથિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરના કારણે રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે 13 વર્ષ બાદ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. 
  ઉલ્લેખનીય છે કે, આ કેસની છેલ્લી દલીલો 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. ત્યારે CBIના વિશેષ ન્યાયાધીશ એસ.જે. શર્મા ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં કુલ 37 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી 2014માં 16ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર 2005માં થયું હતું અને તેની તપાસ ગુજરાતમાં ચાલી રહી હતી. જોકે સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ 2012માં કેસની તપાસ મુંબઈ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને આ મામલે આજે CBI કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story