બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / side effects of salt and easy tips how to cut sodium in your diet

મીઠું માપમાં જ સારું / બ્રેન સ્ટ્રોકથી બચવું હોય તો આજે જ કરો આ ઉપાય, નહીંતર ધીમે ધીમે ખોખલી થઈ જશે મગજની નસો

Bijal Vyas

Last Updated: 07:30 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિસર્ચમાં સતત વધુ પડતા મીઠાના સેવન અને સ્ટ્રોકની ઘટનાઓ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે, સાથે વધુ પડતું સોડિયમ લેવાથી હાયપરટેન્શન અને હૃદય રોગનું જોખમ વધે છે

  • મીઠાનું વધુ પડતું સેવન પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે
  • વધુ પડતું સોડિયમ લેવાથી હાયપરટેન્શન અને હૃદય રોગનું જોખમ વધે છે
  • મીઠાનું સેવન ઓછું કરવું હોય તો પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ

Side effects of salt: સ્ટ્રોક એક ખતરનાક રોગ છે, જે જીવલેણ હોઈ શકે છે. સ્ટ્રોકમાં આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. અન્ય ઘણા કારણોની સાથે મીઠાનું વધુ પડતું સેવન પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે. તેથી, મીઠાના દૈનિક સેવનમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાથી સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. રિસર્ચમાં સતત વધુ પડતા મીઠાના સેવન અને સ્ટ્રોકની ઘટનાઓ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. આ ઉપરાંત, વધુ પડતું સોડિયમ લેવાથી હાયપરટેન્શન અને હૃદય રોગનું જોખમ વધે છે.

ભારતમાં વિકલાંગતા અને મૃત્યુના મુખ્ય કારણ તરીકે સ્ટ્રોક સામે આવ્યો હોવાથી, આ સમસ્યાને દૂર કરવુ તે વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. દેશમાં સ્ટ્રોકના મોટાભાગના કેસો વધુ પડતા મીઠાના સેવન સાથે સંકળાયેલા છે, જે લોકોની ખાણી-પીણીની આદતોથી સંબંધ રાખે છે. આવો જાણીએ કે ખોરાકમાં સોડિયમ ઘટાડવાની કઈ રીતો છે.

LifeStyle News & Tips in Gujarati | Health, Food Recipes, Beauty & More

પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડનું સેવન ના કરો
પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડમાં વધુ સારા સ્વાદ, લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ અને સારા ટેક્સચર માટે સોડિયમની માત્રા વધુ હોય છે. જો મીઠાનું સેવન ઓછું કરવું હોય તો પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. હંમેશા તાજો ખોરાક લો અને તમારા ખોરાકને ઘરે રાંધવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય માટે ક્યુ મીઠું સારુ છે?
1. જડીબુટ્ટી અને મસાલોનુ સેવન કરો 

ઔષધિઓ અને મસાલાએ મીઠાનું શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે મીઠાના બદલામાં આદુ, લસણ, હળદર, તુલસી, ઓરેગાનો અને તજ જેવા ઘણા જડીબુટ્ટીઓ અને મસાલાઓ ખોરાકનો સ્વાદ વધારી શકો છો. આ પ્રાકૃતિક ઘટકો તેમના એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક  ગુણોને કારણે માત્ર ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે.

2. રેસ્ટોરેન્ટનું ખાવાથી બચો
રેસ્ટોરન્ટના ફૂડમાં ખૂબ વધારે સોડિયમ હોય છે. એટલા માટે બહાર જમતી વખતે સાવધાન રહેવું જોઈએ. વ્યક્તિએ એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં સોડિયમની માત્રા ઓછી હોય અને વધુ ચટણીઓ ખાવી જોઈએ. એવી રેસ્ટોરન્ટમાં ખાઓ જાઓ, જે હેલ્ધી અને લો-સોડિયમ ડાયટ આપે છે.

કોલ્ડ ડ્રિંકથી 13 તો પિઝાથી 8 મિનિટ ઘટે છે જીવન, સ્વસ્થ્ય રહેવા આજે છોડી દો  આ ફૂડ | Cold drink reduces life by 13 minutes and pizza by 8 minutes. To  stay

3. ફૂડનું લેબલ વાંચ્યા વિના તેને ના ખરીદો 
ખાદ્યપદાર્થોમાં મીઠાની માત્રા ઘટાડવા માટે, કોઈપણ ખોરાક ખરીદતા પહેલા, તેનું લેબલ ચોક્કસપણે વાંચો, અને ખાવામાં આવતા ઉત્પાદનોમાં સોડિયમની માત્રા વિશે માહિતી મેળવો. તમે ખાદ્યપદાર્થોના લેબલોને ધ્યાનથી વાંચીને યોગ્ય વિકલ્પો પસંદ કરીને લો-સોડિયમ ખોરાક ખરીદી શકો છો. શક્ય તેટલા ઓછા સોડિયમ અને મીઠા વગરના વિકલ્પો પસંદ કરો. વધુમાં, સોડિયમના છુપાયેલા સ્ત્રોતોનું ધ્યાન રાખવું અગત્યનું છે, જે મુખ્યત્વે સૂપ, ચટણી અને મસાલા જેવા પ્રોસેસ્ડ ખોરાકમાં જોવા મળે છે.

4. મીઠાનો ઉપયોગ ધીરે ધીરે ઓછો કરો
મીઠું ઓછું કરવું મુશ્કેલ હોઇ શકે છે, ખાસ કરીને તમે સ્વાદની આદત પડી ગઇ હોય ત્યારે... તેથી, તમારા આહારમાં મીઠું સંપૂર્ણપણે ઘટાડવાને બદલે, તેનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરો. આ સાથે, તમે ધીમે ધીમે ઓછા મીઠાની આદત પાડશો અને ખોરાકનો કુદરતી સ્વાદ પસંદ કરવાનું શરૂ કરશો. આનો અર્થ એ છે કે જ્યારે તમે મીઠું ઓછું ખાશો, ત્યારે તમે વાનગીઓ અને તેના ઘટકોના કુદરતી સ્વાદનો આનંદ માણી શકશો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Side effects of salt cut sodium in your diet ફૂડ મીઠાનું સેવન સોડિયમ સ્ટ્રોક સ્વાસ્થ્ય Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ