બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / shrilanka has canceled the school exams due to financial crisis

અરેરે! / આ દેશમાં લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કરવી પડી કેન્સલ, કારણ જાણીને કહેશો 'હે ભગવાન'

Khevna

Last Updated: 11:36 AM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાએ આર્થિક તંગીને કારણે લાખો સ્કૂલનાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ્દ કરી છે. જાણો શું છે આખો મામલો

  • આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા 
  • લોકો માટે પેટ ભરવું પણ મુશ્કેલ 
  • ભારતે લંબાવ્યો મદદનો હાથ 

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, કેમકે દેશમાં પ્રિન્ટિંગ પેપરની અછત છે. સરકારના ખજાનામાં એટલા પૈસા નથી કે પ્રિન્ટિંગ પેપરની આયાત થઇ શકે, એટલા માટે હવેના આદેશ સુધી પરીક્ષા કેંસલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે શ્રીલંકા 1948 બાદથી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. 

આગળના ધોરણમાં પ્રમોટ થશે વિદ્યાર્થીઓ 
કક્ષા 9, 10, 11ની પરીક્ષાઓ અનિશ્ચિત કાળ સુધી રદ્દ કરવામાં આવી છે અને હવે આ વિચાર કરવામાં આવી રહ્યો છે કે શું વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષનાં અંત સુધી આગળના ધોરણમાં પ્રમોટ કરવા કે નહી. પશ્ચિમી પ્રાંતનાં શિક્ષા વિભાગે જણાવ્યું કે સ્કૂલનાં પ્રિન્સીપાલ ટેસ્ટ નહી લઇ શકે કેમકે પ્રિન્ટર્સ, આવશ્યક કાગળ અને સાહી આયાત કરવા માટે વિદેશી મુદ્રા જુટાવવામાં અસમર્થ છે. 

મોંઘવારીએ તોડ્યા રેકોર્ડ 
શ્રીલંકા હાલમાં વિદેશી મુદ્રા ભંડારની અછતની સાથે સાથે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યું છે. દેશમાં મોંઘવારી પણ રેકોર્ડ તોડી રહી છે. લોકો માટે પેટ ભરવું પણ મુશ્કેલ થતું જાય છે. શ્રીલંકા હવે કરજાને સહારે આ સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. IMFએ ગયા શુક્રવારે પુષ્ટિ કરી હતી કે તે શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનાં વિદેશી ઋણ સંકટનો ઉકેલ લાવવા માટે એક બેલઆઉટ પેકેજ પર ચર્ચાની માંગ પર વિચાર કરી રહ્યું છે. 

ભારતે લંબાવ્યો મદદનો હાથ 
શ્રીલંકાની આર્થિક સ્થિતિને સંભાળવા માટે ભારતે તેને સરળ શરતો પર એક અરબ ડોલરની સહયાતા આપી છે. હાલમાં જ નવી દિલ્હીની યાત્રા પર આવેલ શ્રીલંકાનાં નાણા મંત્રી બાસિલ રાજપક્ષેની નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાતમાં આ નાણાકીય મદદ સાથે જોડાયેલ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે એક અરબ ડોલરની આ મદદનો ઉપયોગ શ્રીલંકાની સરકાર અનાજ, દવાઓ અને બીજી આવશ્યક વસ્તુઓની આયાત માટે કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ