વાયરલ /
VIDEO: ગુજરાતના આ બીચ પર રામસેતુ ફિલ્મનું શૂટિંગ, અક્ષય અને જેક્લિન આવી પહોંચ્યા
Team VTV04:19 PM, 16 Nov 21
| Updated: 04:21 PM, 16 Nov 21
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે ત્યારે તેની આગલી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે તેઓ દમણ આવી પહોંચ્યા છે.
અક્ષય અને જેકલીન આવ્યા ગુજરાત
રામસેતુ ફિલ્મનું શૂટિંગ દમણમાં થશે
શ્રીલંકાના દરિયા કિનારે થવાનું હતુ શૂટિંગ
દમણ કોસ્ટગાર્ડની ટીમે કર્યું અક્ષય અને જેક્લિનનું સ્વાગત
એક્ટર અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ રામસેતુ માટે ઉમારગામના નારગોલ અને દમણ બીચ ખાતે શૂટિંગ કરવા એક્ટ્રેસ જેક્લિન સાથે સોમવારે સાંજે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને જેક્લિનની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવી હતી પરંતુ શ્રીલંકાની કોરોના ગાઈડલાઈનને લઈને ફિલ્મના શૂટિંગ માટે પ્રોડક્શન હાઉસને પરમિશન ન મળતાં ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી.
જેને લઈને અક્ષયની રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્વના ભાગોનું શૂટિંગ અહિંના બીચ પર કરવામાં આવશે. જેની માટે અક્ષય કુમાર અને જેક્લિન દમણ એરપોર્ટ ઉપર શૂટિંગ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય અને જેક્લિનનું સ્વાગત કર્યું હતું.
અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ તૈયાર થવા જઈ રહી છે. આ ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે. આ ભાગ શ્રીલંકાના દરિયા કિનારે શૂટ થવાના હતા, પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસે શ્રીલંકામાં શૂટિંગ માટે કોવિડ ગાઈડલાઈન દર્શાવી પરવાનગી આપી નહોતી. ઉપરાંત અક્ષય અને તેમની ટીમ કોરોના પોઝીટીવ આવતા ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું. બાદમાં અક્ષય અને તેમની ટીમ નેગેટિવ આવ્યા બાદ ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના દરિયા કિનારાની શૂટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે મોડી સાંજે અક્ષય અને જેક્લિન તેમની શૂટિંગ ટીમ સાથે દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં દમણ કોસ્ટગાર્ડે અક્ષય અને જેક્લિનનું સ્વાગત કર્યું હતું.