બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / shiv sena attack on prime minister narendra modi and maharashtra bjp president

ચમચાયુગ / રાજા તો મહાન છે, પણ અંધભક્તોથી કંટાળી ગયા : શિવસેનાએ 'સામના'માં ચમચાગિરી પર કર્યા આકરાં પ્રહાર

Pravin

Last Updated: 02:30 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ દ્વારા નરેન્દ્ર મોદીના 24 કલાક જાગવાનું નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. જેને લઈને શિવસેનાએ સામનામાં આકરાં પ્રહારો કર્યા છે.

  • શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર
  • સંજય રાઉતે મોદી પર કર્યા કટાક્ષ
  • ચમચાગિરી અને અંધભક્તોની વાર્તા કહી

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ દ્વારા નરેન્દ્ર મોદીના 24 કલાક જાગવાનું નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. પણ આ ચર્ચા હાલમાં તેમના દ્વારા નહીં, પણ આ નિવેદનને લઈને સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા કટાક્ષના કારણે થઈ છે. હકીકતમાં શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક કોલમમાં ચંદ્રકાંત પાટિલના આ નિવેદનને લઈને ઘણુ બધું કહી દીધું છે.

મોદી ચમચાગિરી વધવાથી પરેશાન

સંજય રાઉતે કહ્યું કે, કોંગ્રેસના સમયમાં દિલ્હીથી મુંબઈ સુધી ચમચાઓની બોલબાલા હતી. હવે મોદી યુગમાં પણ ચમચાઓની જગ્યાએ અંધભક્તોએ લઈ લીધી છે. પણ તેમનું કામ પણ એજ છે. તેઓ કહે છે કે, આજે દેશની રાજનીતિમાં ડાયરેક્ટ 2 જૂથ છે. પહેલી અંધભક્તોની ફૌજ, તેમાં પણ એક જૂથ અંધભક્તોનું પ્રખર જૂથ છે. તો વળી બીજી બાજૂ ચમચા મહામંડળ છે. આ બંને દેશ માટે ખતરનાક છે. ભાંડ, ભાટ અને ચમચાઓને જે રાજ્યોમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે, તે રાજ્ય રસાતાળમાં જતું રહે છે અને રાજા વિશ્વાસ ખોઈ બેસે છે. હાલમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા પ્રકારની જ ચમચાગીરી થી પરેશાન છે. રાઉતે કહ્યું કે, ચંદ્રકાંત પાટિલ અંધભક્તિનો ઢોલ વગાડે છે. નરેન્દ્ર મોદી અટક્યા વગર પરિશ્રમ કરે છે. તે 22 કલાક કામ કરી રહ્યા છે. અને ખાલી 2 કલાક ઉંઘે છે. હવે આ 2 કલાકની ઉંઘ પણ ન આવે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. પાટિલની આવી વાતો સાંભળીને દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની 2 કલાકની ઉંઘ પણ ઉડી ગઈ હશે. ભક્તોની અંદર આટલી માનસિક શક્તિ ક્યાંથી આવે છે. અમુક વાતો પરથી તે જાણી લો.

 

સંજય રાઉતે ચંદ્રકાંત પાટિલના એ નિવેદન પર કહ્યું કે, માલિક તો મહાન છે, પણ ચમચાઓથી પરેશાન છે. તેમણે પાટિલને ઘેરવા માટે અમુક વાતોનો સહારો લીધો હતો. તેમણે આચાર્ય રજનીશની એક કહાની જેમાં નવાબ અને અંધભક્ત મુલ્લા નસરુદ્દીનનો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે કે, ભક્ત એજ કરે છે. જે માલિકને પસંદ છે. મોદીને ખિચડી પસંદ છે, એટલા માટે ભક્તોને પણ ખિચડી પસંદ આવવા લાગી. મોદીએ ચા વેચી, એટલા ભક્તોએ પણ ચા વેચવાની શરૂ કરી દીધી. આ ભક્તિનો કોઈ તોડ નથી. તેમણે હરિશંકર પસરાઈ દ્વારા ચમચા પર લખેલો વ્યંગ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. 

મીડિયા કવરેજ પર સવાલો કર્યા

સંજય રાઉતે દ કશ્મીર ફાઈલ્સ અને રશિયા યુક્રેન યુદ્ધ પર અમુક ચેનલો દ્વારા કરવામાં આવેલા કવરેજ પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમણે આ અંધભક્તિ હોવાનું જણાવ્યું હતું. તેમણે બંને મુદ્દા પર મોદીને હીરો બનાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અહીં પણ તેમણે કેટલાય પ્રકારના ઉદાહરણો આપ્યા હતા. તેમણે કહ્યું કે, અમુક ચેનલોએ આજથી 20 દિવસ પહેલા બતાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે કલાકો સાથે વાતો કરી હતી. બંને પાસે શાંતિની અપીલ કરી અને બંને તેમની વાત માની પણ લીધી. હવે સવાલ એ થાય છે કે, બંને નેતાઓએ મોદીની વાત માની લીધી તો, પછી યુદ્ધ હજૂ સુધી કેમ ચાલુ છે. અને આટલા લોકો શા માટે મરી રહ્યા છે. આટલો વિધ્વંસ સામે માટે થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ