બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 10:23 AM, 18 August 2022
ADVERTISEMENT
શહનાઝ ગિલ તથા ટીવી હોસ્ટ રાઘવ જુયાલનાં ડેટિંગ કરવાની ફેલાયેલ હતી રૂમર્સ
બિગ બોસ ફેમ શહનાઝ ગિલ પોતાના બબલી નેચરને લઈને પ્રખ્યાત છે. તે મોટેભાગે પોતાના બિહેવિયરથી લોકોને ઇમ્પ્રેસ કરી દે છે. તે પોતાની ફિલ્મી કરિયરમાં પણ આગળ વધી રહી છે. જોકે, આ દરમિયાન તે ડેટિંગને લઈને ઘણી ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, તે ટીવી હોસ્ટ રાઘવ જુયાલને ડેટ કરી રહી છે. હવે આખરે એક્ટ્રેસે આ વાતને લઈને પોતાનું મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે શહનાઝ અને રાઘવ
શહનાઝ ગિલ ગઈ રાત્રે એટલે કે 17 ઓગસ્ટ, 2022નાં રોજ પોતાના ભાઈ શહબાઝ બદેશાનાં સોંગ લોન્ચમાં પહોંચી હતી. ઇવેંટમાં એક્ટ્રેસ બ્લેક ટોપ અને શોર્ટ્સ સાથે રેડ બ્લેઝરમાં સુંદર લાગી રહી હતી. આ દરમિયાન, શહનાઝ ગિલે મીડિયા સાથે વાતચીતમાં રાઘવ જુયાલ સાથે ડેટિંગ રૂમર્સ વિશે વાત કરી.
રાઘવ જુયાલ સાથે ડેટિંગ પર બોલી શહનાઝ ગિલ
શહનાઝ અને રાઘવ બંને સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે. બંને ફિલ્મનાં શૂટિંગ દરમિયાન સારા મિત્રો બની ગયા છે. થોડા સમય પહેલા શહનાઝ ગિલે કો સ્ટાર્સ - રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ સાથે એક વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં બંને શૂટિંગ પર જતા જતા મસ્તી કરતા જોવા મળ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે, શહનાઝ રાઘવ સાથે ઋષિકેશ પણ ગઈ હતી. જોકે, શહનાઝ ગિલનાં સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થાય છે કે તે રાઘવને ડેટ નથી કરી રહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.