બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 PM, 17 April 2022
ADVERTISEMENT
ભારતીય યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તમે તોફાન કહો તો ખોટું નહીં કહેવાયય. પંજાબ કિંગ્સ સામે IPL-2022ની 28મી મેચની છેલ્લી ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદના 22 વર્ષના બોલરે પોતાની સ્પીડ અને લેન્થથી વિરોધી ટીમને ઘૂંટણિયે પાડી દીધી હતી.
તેણે આ ઓવરમાં એકપણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અન્ય બેટ્સમેન રનઆઉટ થયો હતો. આ રીતે ઈનિંગની છેલ્લી ઓવરમાં 4 બેટ્સમેન આઉટ થયા, જે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
ADVERTISEMENT
શશી થરૂરે કરી ટ્વિટ
ઉમરાનનાં આ શાનદાર પ્રદર્શન બાદ સાંસદ શશી થરૂરે ટ્વિટ કરીને તેના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે આ ખેલાડીને તેઓ જલ્દીથી ટીમ ઈન્ડિયાના કપડાંમાં જોવા ઈચ્છે છે. તેમણે તો ત્યાં સુધી ભલામણ કરી દીધી હતી કે ઈંગ્લેન્ડ સામેની ટુરમાં ટીમ ઈન્ડિયામાં ઉમરાનને સ્થાન આપવામાં આવે.
અંગ્રેજોને ડરાવી મૂકશે
તેમણે કહ્યું હતું કે ગ્રીન ટોપ પિચ પર બૂમરાહ સાથે ઉમરાન અંગ્રેજોને ફફડાવી દેશે. તેનું ટેલેન્ટ ઓલવાઈ જાય એ પહેલા જ તેને તક આપવાની જરૂર છે.
IPL નો રેકોર્ડ બન્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ વખત એક મેચની ઇનિંગમાં એક જ ઓવરમાં 4 વિકેટ પડી હતી.
ઉમ્રણ મલિક ઈરફાન પઠાણ, લસિથ મલિંગા (એક રન લેગ બાયથી કરવામાં આવ્યો હતો) અને જયદેવ ઉનડકટ અને હરભજન સિંહ પછી ચોથો એવો બોલર છે જેણે આખરી ઓવરમાં એક પણ રન આપ્યો ન્હોતો.
આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ
19.1: ઓડિયન સ્મિથ, 0 રન
ઉમરાને ચતુરાઈથી બોલ લેગ સ્ટમ્પ પર ફેંક્યો હતો. ઓડિયન તેને ક્રોસ બેટ વડે રમવા માંગતો હતો પરંતુ મોટી હિટ ચૂકી ગયો. આ બોલ પર કોઈ રન નોંધાયો નહીં.
19.2: ઓડિયન સ્મિથ, આઉટ
બીજો બોલ પણ પહેલા બોલ જેવો જ હતો, સ્મિથ મોટો ફટકો મારવા માંગતો હતો, બોલ બેટની ઉપરની કિનારી લઈને ઉછળ્યો અને સ્મિથ પોતાની જગ્યાએ ઉભો હતો. બાકીનું કામ ઉમરાને પોતે બોલ કેચ કરીને પૂરું કર્યું હતું.
19.3: રાહુલ ચહર, 0 રન
ઉમરાન નવા બેટ્સમેનને લેગ સ્ટમ્પ પર રાહુલને બોલ ફેંક્યો. ઝડપી બોલ પેડ પર વાગ્યો. રાહુલ એકપણ રન બનાવી શકાયો નહોતો.
19.4: રાહુલ ચહર, ક્લીન બોલ્ડ
ઉમરાન મલિકે યોર્કર લેન્થ બોલ વડે રાહુલ ચાહરનો ઓફ-સ્ટમ્પ ઉડાડ્યો. ક્લીન બોલ્ડ
19.5 વૈભવ અરોરા, ક્લીન બોલ્ડ
ઉમરાનનો આ બોલ અગાઉના બોલ જેવો જ હતો અને વૈભવે રાહુલ જેવી જ ભૂલ કરી હતી. અને તે જ રીતે ઓફ-સ્ટમ્પ ઉડી ગયો. હવે ઉમરાન હેટ્રિક પર હતો.
19.6: અર્શદીપે હેટ્રિક બચાવી, પણ રન આઉટ
છેલ્લા બોલ પર નવા બેટ્સમેન અર્શદીપે કવર તરફ બોલ રમીને ઝડપી રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રનઆઉટ થયો હતો. આ રીતે પંજાબના ખેલાડીઓ છેલ્લી ઓવરના એકપણ બોલ પર રન બનાવી શક્યા ન હતા, જ્યારે 4 વિકેટ ગુમાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.