બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / shardiya navratri 2022 five inauspicious things throw out from house before navratra

Navratri 2022 / નવરાત્રી પહેલા સફાઇમાં ઘરથી બહાર નિકાળી દો આ 5 વસ્તુઓ, નહીંતર અશુભ પરિણામની છે માન્યતા

Premal

Last Updated: 12:52 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં માં દુર્ગાના આગમન પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે સાફ-સફાઈ વગર ઘરમાં દેવીની ઉપાસના કરવાનુ શુભ ફળ મળતુ નથી. નવરાત્રી પહેલા સાફ-સફાઈમાં અમુક ખાસ વસ્તુઓ પણ ઘરની બહાર નિકાળી દેવી જોઈએ.

  • નવરાત્રી પહેલા ઘરમાં કરાય છે સાફ-સફાઈ
  • સાફ-સફાઈ વગર ઘરમાં દેવી ઉપાસના કરવાનુ શુભ ફળ મળતુ નથી
  • નવરાત્રી પહેલા ઘરની બહાર કાઢી નાખજો આ વસ્તુઓ

નવરાત્રી પહેલા આ વસ્તુઓને ઘરની બહાર કાઢી દેજો 

આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી રહેવાની છે. નવરાત્રીમાં માં દુર્ગાના આગમન પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે સાફ-સફાઈ વગર ઘરમાં દેવીની ઉપાસના કરવાનુ શુભ ફળ મળતુ નથી. તેથી એકમે કળશ સ્થાપના કરતા પહેલા આખા ઘરની સફાઈ કરી લેવી જોઈએ. નવરાત્રી પહેલા સાફ-સફાઈમાં અમુક ખાસ વસ્તુઓ પણ ઘરની બહાર નિકાળી દેવી જોઈએ. ઘરમાં આ વસ્તુઓનુ રાખવુ ખૂબ અશુભ માનવામાં આવે છે.  

લસણ-ડુંગળી

નવરાત્રીમાં દેવી માં સંપૂર્ણ નવ દિવસ સુધી પોતાના ભક્તોના ઘરમાં રહે છે. એવામાં ઘરના વાતાવરણનુ શુદ્ધ હોવુ ખૂબ જરૂરી હોય છે. તેથી નવરાત્રીની સફાઈમાં ઘરમાંથી ડુંગળી, લસણ, ઈંડુ, માંસ, માછલી અથવા દારૂ જેવી વસ્તુઓ ઘરની બહાર કાઢી દેવી જોઈએ.

ફાટેલા જૂના બૂટ-ચપ્પલ 

નવરાત્રીની સફાઈમાં ઘરના ફાટેલા-જૂના કપડા અથવા બેકાર થયેલા બૂટ-ચપ્પલને પણ બહાર નાખી દેવા જોઈએ. આ ઉપરાંત કાચના ટુકડા અથવા તુટેલા વાસણોને પણ ઘરની બહાર કાઢી દો. ઘરના કોઈ ભાગમાં કચરો અથવા બેકાર સામાન ન હોવો જોઈએ. આ પ્રકારની વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનુ કારણ બને છે. 

ખંડિત મૂર્તિઓ

જો ઘરમાં દેવી-દેવતાઓની તુટેલી-ફૂટેલી અથવા ખંડિત મૂર્તિ છે તો તેને તાત્કાલિક હટાવી દેવી જોઈએ. આ પ્રકારના ચિત્ર પણ ઘરમાં ના રાખશો. નવરાત્રીની સફાઈ કર્યા બાદ તેને કોઈ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવુ જોઈએ. ઘરના મંદિરમાં રાખવામાં આવતી આવી મૂર્તિઓ તમારા દુર્ભાગ્યનુ કારણ બને છે. 

બંધ ઘડિયાળ

જો તમારા ઘરમાં કયાક બંધ અથવા બેકાર ઘડિયાળ પડી છે તો તેને પણ ઘરમાંથી કાઢવાનુ મન બનાવી લો. ઘરમાં બંધ ઘડિયાળને ખૂબ અશુભ સમજવામાં આવે છે. આ તમારી પ્રગતિમાં અડચણો ઉત્પન્ન કરે છે, અને ખરાબ સમય પણ લઇને આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ