બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 01:29 PM, 21 February 2024
શુક્ર ગ્રહ 7 માર્ચના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી શનિદેવ અને શુક્રની યુતિ થઈ શકે છે. શનિ ગ્રહ પહેલેથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે, શુક્ર ગ્રહ 7 માર્ચના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને શુક્ર ગ્રહની યુતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શનિ અને શુક્ર એકબીજાના મિત્ર હોવાનું માનવામાં આવે છે. શનિ અને શુક્રની યુતિથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે અને કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. શનિ અને શુક્રની યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંહે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શનિ અને શુક્રની યુતિથી આ રાશિના જાતકોને લાભ થશે
વૃષભ-
શનિ અને શુક્રની યુતિથી વૃષભ રાશિના જાતકોને અઢળક લાભ થશે. નાણાંકીય પરેશાની દૂર થવાની સંભાવના છે, જેથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. રોકાણ ક્ષેત્રે લાભ થશે.
કર્ક-
શનિ અને શુક્રની યુતિથી કર્ક રાશિના જાતકોને લાભ થવાની સંભાવના છે. કર્ક રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત ઊભાં થશે.
ADVERTISEMENT
તુલા-
શનિ અને શુક્રની યુતિથી તુલા રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તમામ પરેશાનીથી છુટકારો મળશે. મહેનત કરવાથી તેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે.
મકર-
શનિ અને શુક્રની યુતિ મકર રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ દરમિયાન વધુ ધન પ્રાપ્ત સફળતા પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત ઊભાં થશે, જેથી આર્થિક પરેશાની દૂર થશે.
વધુ વાંચો: રાહુએ પોતાની ચાલ બદલતા આ રાશિના જાતકો થશે માલામાલ, વધશે માન-સન્માન અને લક્ષ્મી
કુંભ-
શનિ અને શુક્રની યુતિ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી માનવામાં આવી રહી છે. આ રાશિના જાતકોને આગામી 25 દિવસ સુધી કરિઅર અને આર્થિક ક્ષેત્રે વધુ લાભ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.