બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 10:18 AM, 4 January 2021
ADVERTISEMENT
માનવામાં આવે છે કે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છ. ગોચર અનુસાર શનિ જે રાશિમાં હોય છે તેને બીજી અને બારમી રાશિ પર સાડાસાતીનો પ્રભાવ માનવામાં આવે છે. જ્યારે શનિ જે રાશિના ચોથા અને આઠમાં ભાવમાં હોય છે તેમને શનિની ઢૈય્યાનો સામનો કરવો પડે છે. શુભ શનિ પોતાની સાડા સાતી અને ઢૈય્યામાં જાતકને લાભ આપનારો માનવામાં આવે છે. જયારે અશુભ શનિ સાડા સાતી અને ઢૈય્યામાં જાતકને અસહનીય કષ્ટ આપે છે.
ADVERTISEMENT
જાણો શનિ કેવી રીતે કરે છે અસર
શનિ શુભ હોય તો વ્યક્તિ સુખી અને અશુભ હોય તો વ્યક્તિ સતત ચિંતામાં રહે છે. જ્યોતિષના આધારે વર્ષ 2021માં જે રાશિઓ પર શનિની સાડા સાતી તે ઢૈય્યા રહે છે તેઓને ખાસ ઉપાયોથી રાહત મળે છે.
2021 માં શનિની સાડા સાતી અને ઢૈય્યા આ રાશિના જાતકોને કરશે પ્રભાવિત
2021ના વર્ષમાં ધન, મકર અને કુંભ રાશિના જાતકોને આખું વર્ષ શનિની સાડા સાતીનો સામનો કરવો પડશે. આ સિવાય આ વર્ષે મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યા અસર કરશે. આ અસર કેવી રહેશે તે તમારી કુંડળી પર અસર કરે છે. કુંડળી અનુસાર તમારે શનિના શુભ અને અશુભ પરિણામો ભોગવવાના રહે છે.
શનિનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે આ છે ખાસ ઉપાયો, જરૂરથી કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.