સુપરસ્ટાર શાહરૂખ ખાનને ઈન્ફેક્શન થયુ છે, જેના કારણે તેઓ ખૂબ પરેશાન છે. ખરેખર, શાહરૂખે શનિવારે 15 મિનિટ માટે આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યુ હતુ. આ દરમ્યાન તેમણે ખુલાસો કર્યો કે તેમને ઈન્ફેક્શન થયુ છે અને તેના કારણે તેમને સ્પેશિયલ ડાયટ ફૉલો કરવી પડે છે.
SRKના એક પ્રશંસકે તેમને તેમની ફૂડ હેબિટને લઇને સવાલ કર્યો
ઈન્ફેક્શનના કારણે તબિયત થોડી સારી નથી
તેથી માત્ર દાળ-ચોખા ખાઉ છુ
ચાહકો SRKના હેલ્થને લઇને પરેશાન
SRK સાથે વાતચીત દરમ્યાન એક પ્રશંસકે તેમની ફૂડ હેબિટને લઇને સવાલ કર્યો. શાહરૂખે જેનો જવાબ આપતા કહ્યું, ઈન્ફેક્શનના કારણે તબિયત થોડી સારી નથી. તેથી માત્ર દાળ-ચોખા ખાઉ છુ. જો કે, તેમણે એવુ જણાવ્યું નથી કે તેમને કયા કારણે આ ઈન્ફેક્શન થયુ છે. હવે SRKની આ પોસ્ટ જોયા બાદ પ્રશંસકો તેમના હેલ્થને લઇને પરેશાન થયા છે અને તેઓ વહેલી તકે સાજા થાય તેવી દુઆ કરી રહ્યાં છે.
SRKએ આગળ વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો કે પઠાણનુ આગામી ગીત જલ્દી રીલીઝ થવાનુ છે. તેમણે એવુ પણ જણાવ્યું કે આ ગીતને બોલીવુડના લોકપ્રિય સિંગર અરજીત સિંહે ગાયુ છે.
પઠાણના પહેલા ગીતે વિવાદનો સામનો કર્યો
પઠાણનુ બેશરમ રંગ ગીત જ્યારથી રીલીઝ થયુ છે ત્યારથી મુશ્કેલીમાં આવ્યું છે. જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ બોલ્ડ સીન આપ્યાં છે. આ ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકિની પહેરી છે, જેને લઇને ફિલ્મે વિરોધનો સામનો કરવો પડ્યો. ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલીઝ થઇ રહી છે.