બ્રેકિંગ ન્યુઝ
VTV / Serum will provide two crore doses of Covishield vaccine to central govt free of cost
Last Updated: 06:38 PM, 28 December 2022
ADVERTISEMENT
દેશમાં હાલમાં કોરોનાની નવી લહેરનું જોખમ ઊભું થયું છે અને આવી સ્થિતિમાં સરકારની કોરોના વેક્સિન બનાવનાર દેશની કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા વતી એક મોટી વેક્સિનની મદદ મળી છે. કોરોનાની સ્વદેશી વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટે કોરોનામાં દેશહિતનો એક મોટો નિર્ણય લેતા સરકારને કોવિશિલ્ડના 2 કરોડ મફતમાં આપવાની ઓફર કરી છે.
Serum Institute of India (SII) will provide two crore doses of Covishield vaccine to central govt free of cost amid rise in COVID-19 cases in some countries: Official sources
— Press Trust of India (@PTI_News) December 28, 2022
ADVERTISEMENT
410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર
એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમાર સિંહે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે સિંહે મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.
ભારત માટે આવતા 40 દિવસ મહત્વના
ભારતમાં કોરોનાની નવી લહેરનું જોખમ ઊભું થયું છે. હવે વૈજ્ઞાનિકો પણ માનવા લાગ્યાં છે કે નવા વર્ષે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 40 દિવસ ભારત માટે ઘણા ગંભીર હોઈ શકે છે, કારણ કે જાન્યુઆરીમાં કોરોનાના કેસોમાં વધારો થઈ શકે છે. ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારાનો દાવો અગાઉના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું પરિસ્થિતિ ગંભીર નહી બને
આરોગ્ય મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે ચીનમાં કોવિડની લહેરનું કારણ ઓમિક્રોનનો નવો વેરિયન્ટ છે. આ તમામ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને એક સાથે 16 લોકોને સંક્રમિત કરી શકે છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ વખતે કોરોના સંક્રમણ લોકો માટે બહુ ગંભીર નથી. આવી સ્થિતિમાં, જો કોઈ લહેર હોય તો પણ, દર્દીઓના મૃત્યુની સંખ્યા અને તેમના હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ખૂબ જ ઓછી હશે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા વેરિઅન્ટ બીએફ.7 પર દવા અને રસી કેટલી અસરકારક છે તેનો અભ્યાસ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.