બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 06:15 PM, 4 October 2022
ADVERTISEMENT
મંગળવારનો દિવસ ભારતીય શેર બજાર માટે અત્યંત શુભ રહ્યો છે. દુનિયાભરમાં શેર બજારમાં તેજીને કારણે સવારથી જ ભારતીય શેર બજારમાં પણ તેજી જોવા મળી. રોકાણકારોની ખરીદીને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1276 પોઈન્ટના વધારા સાથે 58,065 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 386 પોઈન્ટના ઉછાળા સાથે 17,274 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 58,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. બુધવારે દશમીનાં તહેવારને કારણે સ્ટોક એકસચેંજ બંધ રહેશે.
ADVERTISEMENT
સેક્ટરની પરિસ્થિતિ
શેર બજારે કાલના મોટા ઘટાડા સાથે આજે શાનદાર વાપસી કરી અને આજના ટ્રેડીંગ સેશનમાં બધા સેક્ટરના શેર વધારા સાથે બંધ થયા. બેંક નિફ્ટી 2.84 ટકા એટલે કે 1080 અંકોના વધારા સાથે બંધ થયા. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.87 ટકા, નિફ્ટી એફએમસીજી 1.86 ટકાના વધારા સાથે બંધ થયા. ઓટો, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડયૂરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ભારે વધારો જોવા મળ્યો. સ્મોલ કેપ અને મીડ કેપનાં શેરમાં પણ ખરીદી રહી છે. નિફ્ટીના ૫૦ શેરમાં માત્ર ૪૮ શેર વધારા સાથે તો 2 શેર લાલ નિશાન પર બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં ખરીદી રહી જ્યારે 2 શેર ઘટાડા સાથે બંધ થયા.
વધારાવાળા શેર
આજે જે શેર્સ ઉપર હતા તે જોઈએ તો ઈન્ડસઈન્ડ બેન્ક 5.29 ટકા, બજાજ ફાઈનાન્સ 4.23 ટકા, TCL 3.58 ટકા, બજાજ ફિનસર્વ 3.37 ટકા, HDFC 2.96 ટકા, ટાટા સ્ટીલ 2.90 ટકા.
ઘટાડાવાળા શેર
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ 1.76 ટકા, પાવર ગ્રીડ 1.11 ટકા, પીવીઆર 0.94 ટકા, ગુજરાત ગેસ 0.73 ટકા, મેરીકો 0.64 ટકા, ડાબર ઇન્ડિયા 0.60 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.