Sensex and Nifty close with a decline of so many points,
શેરમાર્કેટ /
શેર બજાર કકડભૂસ: સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટના ઘટાડા સાથે બંધ, અદાણી શેર ગગડ્યા
Team VTV04:17 PM, 10 Mar 23
| Updated: 04:22 PM, 10 Mar 23
આજે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા તો અદાણી ગ્રુપના શેર પણ ગગળ્યા હતા.
શેર બજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડે
સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો ઘટાડો
સેન્સેક્સમાં 671.15 અને 1.12 ટકાનો ઘટાડો
ભારતીય શેર બજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડે જેવો સાબિત થયો છે. શેરબજારોમાં જોરદાર ઘટાડા સાથે માર્કેટ બંધ થયુ છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાના છેલા ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં ઘટાડાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો. બજાર બંધ થતી વેળાએ સેન્સેક્સમાં 671.15 અને 1.12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ નિફ્ટી 50માં 176.70 પોઇન્ટ એટલે કે 1.00 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. ટ્રેડિંગ સેશનમાં 1,418 શેરમા વધારો જોવા મળ્યો હતો તો , 2,087 શેરમાં વેચાવલી જોવા મળી હતી અને 106 શેર સ્થિર રહેતા તેમાં ફેરફાર થયો ન હતો. મહત્વનું છે કે આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ, આઈટી શેરોમાં દબાણ દેખાયું હતું.બીજી બાજુ મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેને લઈને રોકાણ કારોના કરોડો રૂપિયા ધોવાયા હતા.
લાલ નિશાન સાથે બજારની શરૂઆત
મહત્વનું છે કે વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને પગલે ભારતીય શેર બજાર સવારે 9:15 વાગ્યાના સમયગાળા દરમિયાન લાલ નિશાન સાથે શરૂઆત થઈ હતી. જેમાં સૌપ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે ક્લોજિંગ સમયે અંતે સેન્સેક્સ 1.12 ટકાના ઘટાડા સાથે 671.15 પોઈન્ટ ઘટીને 59,135.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 176.70 પોઈન્ટ ઘટીને 1 ટકાના ઘટાડા સાથે 17,412.90 પર બંધ થયો હતો.
અદાણી ગ્રુપના શેર પણ ગગળ્યા
બીજી બાજુ અદાણી ગ્રુપના શેર પણ ગગડીયા હોવાનું સામે આવ્યું છે અદાણી ગ્રુપના એસીસી અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પોર્ટ સહિતના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.