બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Schoolgirl attacked with knife in Patan

સુરક્ષિત ક્યાં ? / આખરે ક્યાં સુધી ભયમાં રહેશે ગુજરાતની દીકરીઓ? પાટણમાં ધો.10માં ભણતી દીકરી પર છરી વડે હુમલો

Khyati

Last Updated: 01:04 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળાએ જતી ધોરણ10ની વિદ્યાર્થીની થઇ લોહીલૂહાણ ! લુખ્ખાતત્વની બીભત્સ માંગણીનો વિરોધ કરતા ઝીંક્યા છરીના ઘા

  • પાટણમાં વિદ્યાર્થિની પર હુમલો
  • કેવી રીતે અભ્યાસ કરશે વિદ્યાર્થિની
  • આવા લુખ્ખા તત્વો પર કાર્યવાહી ક્યારે?

ગુજરાતમાં દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ દિકરીઓ સુરક્ષિત છે ક્યાં ?  રોજબરોજ દુષ્કર્મ અને છે઼ડતીની ઘટનાઓ બનતી રહે છે.  નાની બાળકી હોય કે પછી મહિલા. હવસખોરો- અસામાજિક તત્વોના પાપે દિકરીઓએ એકલા ઘરની બહાર મોકલવી મુશ્કેલ બન્યુ છે. ત્યારે પાટણમાં એક ચોંકાવનારી ઘટના બની. પાટણમાં શાળાએ જતી દિકરી પણ જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. 

શાળાએ જતી વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગ કરી

જી, હા હવે તો દિકરીઓ શાળાએ જાય અને ત્યાંથી ઘરે પાછી આવે નહીં ત્યાં સુધી મા બાપનો જીવ ઉંચો રહે. કારણ કે ઠેર ઠેર અસામાજિક તત્વોની દાદાગીરી અને ગુંડાગર્દીને કારણે દિકરીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પાટણમાં શાળાએ જતી દિકરી પર ઠાકોર જીવણજી નામના વ્યક્તિએ બીભત્સ માંગણી કરી દીધી. દિકરીએ તેનો ઇન્કાર આરોપીએ તેની પર છરીથી હુમલો કરીને ફરાર થઇ ગયો. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા દિકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે આરોપીને સત્વરે ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી. 

વિદ્યાર્થીનીએ વિરોધ કરતા  છરીના ઘા ઝીંકી દીધા

મહત્વનું છે કે દિકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે  વહાણા ગામથી કોઇટા ગામે શાળાએ જઇ રહી હતી તે દરમિયાન આ ઘટના બની. આરોપીએ વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કર્યો તો આરોપીએ ઉશ્કેરાઇને વિદ્યાર્થીનીના પીઠ પર છરીના ઘા ઝીંકી દીધા. વિદ્યાર્થીનીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ. ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને માથાભારે આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી હતી. ત્યારે અહીં એ સવાલ થાય છે કે શું આવી રીતે ભણશે દિકરીઓ ? ક્યાં સુધી આવા અસામાજિક તત્વોનો ત્રાસ સહન કરવો પડશે ?  ક્યાં સુધી દિકરીઓ પર આવા હુમલા થતા રહેશે,  ક્યારે પોલીસ આવા લુખ્ખાતત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરશે ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ