બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / school students were seen crossing the river with the help of rope in Odisha video viral

મજબૂરી / VIDEO: ખભા પર બેગ-હાથમાં દોરી, સ્કૂલ જવા નદીના ધસમસતા પ્રવાહમાં રસ્તો પાર કરવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ

Arohi

Last Updated: 11:49 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના ગંજમ જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચવા માટે દોરડાની મદદથી નદી પાર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા.

  • ઓડિશાના ગંજમ જિલ્લાની ઘટના 
  • દોરડાની મદદથી નદી પાર કરી રહ્યા વિદ્યાર્થીઓ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને દોરડાની મદદથી નદી પાર કરતા જોવા મળે છે. પુલ ન હોવાને કારણે બાળકો શાળાએ પહોંચવા માટે દોરડા વડે ધસમસતા પ્રવાહમાં વહેતી નદી પાર કરી રહ્યા છે. બ્રિજ બનાવવામાં રાજ્ય સરકારની નિષ્ફળતાની કેટલાક લોકો દ્વારા ટીકા કર્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પુલ ન બનવાના કારણે મુશ્કેલીઓ 
જણાવવામાં આવી રહ્યું છે કે દર વર્ષે વરસાદની સિઝનમાં ગંજમ જિલ્લાના લોકોને પુલના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ શાળાના બાળકોને જીવ જોખમમાં મુકીને દોરડા વડે નદી પાર કરવાની ફરજ પડી રહી છે. 

આ દરમિયાન સ્કૂલ પ્રશાસન સહિત જન શિક્ષા મંત્રી સમીર રંજન દાસે આ સમગ્ર ઘટનાની જાણકારી હોવાનો ઈનકાર કર્યો. તેણે કહ્યું કે મને આ વિશે મીડિયા દ્વારા માહિતી મળી. સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરીને આ સમસ્યાનો ઉકેલ શોધીશું. 

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
વાસ્તવમાં ઓડિશાના તમામ જિલ્લાઓમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. જોરદાર વરસાદના કારણે નદીઓમાં ગાબડું પડ્યું છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતાં 81 ટકા વધુ વરસાદ થયો છે. ત્યાં જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તાર સહિત આંતરિક ઓડિશાના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain River odisha rope school students viral video ઓડિશા વિદ્યાર્થીઓ Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ