બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Scam of donating female sperm through husband's bogus signature exposed

ઘટસ્ફોટ / પતિની બોગસ સહી દ્વારા સ્ત્રીબીજ ડોનેટ કરવાના કૌભાંડનો પર્દાફાશ, ‘રોકડી’નો આ ‘શોર્ટકટ’ અમદાવાદની યુવતીને પડ્યો ભારે

Priyakant

Last Updated: 04:23 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિથી અલગ રહેતી યુવતી શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે સ્ત્રીબીજ ડોનેટ કરવાના રવાડે ચઢી અને ગુનો આચરી બેઠી

  • સ્ત્રીબીજ ડોનેટ કરવાના કૌભાંડનો પર્દાફાશ
  • પત્નિ જ પતિની બોગસ સહી કરી કરતી હતી સ્ત્રીબીજ ડોનેટ
  • પતિથી અલગ રહેતી યુવતી શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગુનો આચરી બેઠી

અમદાવાદમાં શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પરિણીતાએ હોસ્પિટલમાં પતિની બોગસ સહીઓ કરીને સ્ત્રીબીજ ડોનેટ કરવાનું કૃત્ય આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની બીજું આધારકાર્ડ બનાવી તેની માતા સાથે મળીને સ્ત્રીબીજ ડોનેટ કરતી હતી. જોકે આ બાબતની જાણ તેના પતિને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદમાં તેમણે પોલીસને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

શું હતો સમગ્ર મામલો ? 
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શીતલનગરમાં રહેતા વ્યક્તિએ તેની પત્ની અને સાસુ વિરુદ્ધ ફરિયાદ કરી છે. મહિલાનો પતિ સાણંદ ખાતે આવેલી માઇક્રોલેબ ઈન્સ્ટ્રુમેન્ટ નામની કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના લગ્ન થયાં હતાં. પાંચ વર્ષ સુધી તેમની પત્નિએ સાસુ-સસરાને સારી રીતે રાખ્યા બાદ ઝઘડા કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી મહિલાનો પતિ તેને અલગ રહેવા માટે લઇ ગયા હતા. 

પત્નિ હાઇફાઇ લાઇફસ્ટાઇલની શોખીન 
મહિલાનાં પતિનો પગાર 24 હજાર રૂપિયા છે, જે દર મહિને તેમની પત્નિને આપી દેતા હતા. પત્નિની હાઈફાઈ લાઇફસ્ટાઇલ અને હરવા-ફરવાના શોખના કારણે પગાર પૂરો થઈ જતો હતો. અનીતા આખો દિવસ બહાર ફરતી હતી, જ્યારે મહિલાનો પતિ તેને બહાર રહેવાનું કારણ પૂછે તો માતા-પિતા અને ભાઈને વચ્ચે રાખી પતિને ખોટા સા‌બિત કરતી હતી. 

પત્નીથી કંટાળી મકાન બદલ્યું પણ.... . 
આ તરફ પત્નીથી કંટાળીને પત્નીથી કંટાળીભાઇએ પોતાનું મકાન બદલી નાખ્યું હતું અને બીજી જગ્યા પર ભાડે રહેવા માટે જતા રહ્યા હતા, જોકે ત્યાં પણ મહિલા સાસુ-સસરા અને સાળો બધી બાબતે દખલગીરી કરતાં હતાં. પત્ની અને સાસરીના ત્રાસથી કંટાળીને પત્નીથી કંટાળી પરત પોતાનાં માતા-પિતા સાથે રહેવા માટે આવી ગયા હતા, જ્યાં મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ડોમે‌સ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી તેમજ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. 

ફાઇલ તસવીર 

આગેવાનોએ સમાધાન કરાવ્યું પણ બાદમાં થયો મોટો ઘટસ્ફોટ 
ગત વર્ષે સમાજના આગેવાનોએ ભેગા થઇ મહિલા અને તેના પતિ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જેથી તેઓ શીતલનગરમાં રહેવા માટે આવી ગયાં હતાં. બંને સાથે રહેતાં હતાં ત્યારે મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે, રૂપિયા કમાવવાની લાલચમાં તેની પત્નિ સ્ત્રીબીજ ડોનેટ કરવાના રવાડે ચઢી હતી. એજન્ટો મારફતે આઇવીએફ સેન્ટરમાં જઇને સ્ત્રીબીજ ડોનેટ કરતી હતી, જેને લઇ મહિલાના પતિએ બબાલ કરી હતી. 

ફાઇલ તસવીર 

સાસુએ જાનથી મારી નાખવાની આપી ધમકી 
આ દરમ્યાન બંને વચ્ચે બબાલ થતાં મહિલાએ પોતાની માતાને ઘરે બોલાવ્યાં હતાં, જ્યાં મામલો ઉગ્ર બન્યો હતો. મહિલાની માતાએ જમાઇને ધમકી આપી હતી કે, આ બધી વાત ઘરમાં રહેવા દેવી, જો પોલીસ ફરિયાદ કરીશ તો મારા દીકરાના હાથે તને મારી નખાવીશ. સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે મહિલાએ પોતાની જન્મ તારીખ બદલીને બીજું આધારકાર્ડ બનાવ્યું હતું. 

રસિકભાઈએ પોલીસને જાણ કરતાં ભાંડો ફૂટ્યો 
આ તરફ પત્નિના ત્રાસને લઈને મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં સામે આવ્યું હતું કે તા.3 નવેમ્બર, 2020ના રોજ એક હોસ્પિટલના દસ્તાવેજી કાગળોમાં પેશન્ટ તરીકે મહિલાની સહી હતી અને સાક્ષી તરીકે તેના પતિની સહી હતી. સ્ત્રી બીજ ડોનેટ કરીને રૂપિયા કમાવવા માટે પરણીત મહિલાએ તેના પતિની બોગસ સહીઓ કરી હોવાનું સામે આવતાં અમરાઇવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમરાઇવાડી પોલીસે પરણીત મહિલા અને તેની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amraivadi અમરાઇવાડી આધારકાર્ડ કૌભાંડ શોર્ટકટ સાણંદ સ્ત્રીબીજ સ્ત્રીબીજ ડોનેટ Ahemdabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ