બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 11:27 AM, 14 January 2020
ADVERTISEMENT
ભારતીય સ્ટેટ બેંક (SBI)માં નોકરી મેળવવાની આ સૌથી સારી તક છે. SBIએ જુનિયર એસોસિએટ (ગ્રાહક સપોર્ટ અને સેલ્સ)ના 8000 ખાલી પદો ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ અંગેની સંપૂર્ણ માહિતી SBIની સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પર મેળવી શકશો. ઈચ્છુક ઉમેદવારોએ અરજી SBI જુનિયર એસોસિએટ-2020માં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો 26 જાન્યુઆરી 2020 અથવા તેના પહેલા ઓનલાઇન અરજી જમા કરી શકશે.
ADVERTISEMENT
મુખ્ય પરીક્ષા 19 એપ્રિલ-2020 ના રોજ યોજાશે.
જનરલ, OBC, EWS ઉમેદવારોએ પણ 26મી જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન દ્વારા અરજી ફી જમા કરવાની રહેશે. જોકે ઉમેદવારો 10 ફેબ્રુઆરી સુધી એપ્લિકેશનમાં ફેરફાર કરી શકશે. ઉમેદવારોએ પ્રારંભિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2020માં યોજાશે. મુખ્ય પરીક્ષા 19 એપ્રિલ-2020 ના રોજ યોજાશે.
લાયકાત
જુનિયર એસોસિએટ પદ માટે SBI ભરતી 2020 માટે અરજી કરતા ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ.
પગાર
મુંબઈની જેમ અન્ય મેટ્રો શહેરોમાં કારકુન કેડરના કર્મચારીનો પ્રારંભિક પગાર DA દર મહિને 26,000 રૂપિયા હશે. વર્તમાન દર પર અન્ય ભથ્થા અને નવી ભરતી થયેલા સ્નાતક જુનિયર એસોસિએટના પગારમાં બે એડિશનલ ઇન્ક્રીમેન્ટ ઉમેરવામાં આવશે.
કેવી રીતે કરશો ઓનલાઈન અરજી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.