Saurashtra Uni's BCom Semester-2 paper circulates in WhatsApp, AAP alleges
અટકશે..! /
લીકેજ ક્યારે અટકશે? ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું, પરીક્ષાના ઇન્ચાર્જ રજીસ્ટ્રારે કહ્યું- 'તપાસ બાદ યોગ્ય નિર્ણય લઇશું'
Team VTV09:44 PM, 23 Dec 21
| Updated: 09:48 AM, 24 Dec 21
પેપર ફૂટવા મામલે પરીક્ષા ઈન્ચાર્જે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, B.Com સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર ફરતું થયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફૂટ્યું
ઇકોનોમિક્સ વિષયનું B.Com સેમ-3નું પેપર ફૂટ્યુ
યુનિવર્સિટીના પરીક્ષા ઈન્ચાજે ફરિયાદ નોંધાવી
રાજ્યમાં વધુ એક પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે આ વખત સૌરાષ્ટ્ર યુનિ.માં B.Com સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર સમય પહેલા વૉટ્સએપ ગ્રુપમાં વહેતું થયું હોવાનો આરોપ આપ પાર્ટી લગાવી રહી છે. પેપર સવારે 9.11 કલાકે સોશિયલ મીડિયામાં આવી ગયું હતું જેવી રજૂઆત કુલપતિને કરવામાં આવી છે, રહી રહીને જાગેલા સૌરાષ્ટ્ર યુનિ,તંત્રએ મીડિયામાં મામલો આવતા યુનિવર્સિટીના પરીક્ષા ઈન્ચાર્જ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું પોલીસ તપાસમાં ખબર પડશે તેમજ આરોપોમાં કેટલું તથ્ય છે લીક પેપરના જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.
આરોપીઓને પકડો નહિતર ઉગ્ર આંદોલન થશે
બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું જે સવાર 10 વાગ્યે શરૂ થવાનું હતું પણ 9 વાગ્યે અનેક વોટ્સઅપ ગ્રુપમાં આ પેપર ફરતું થવાના થઈ ગયું હતું. પેપર પહેલાથી જ કોઈએ લીક કરીને સોશિયલ મીડિયામાં વહેતું કર્યું છે. આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે એવો જવાબ મળ્યો હતો કે તથ્ય હશે તો યોગ્ય કાર્યવાહી થશે. પણ સાંજ સુધી સતત સંપર્કમાં રહ્યા છતાંય કોઈ કાર્યવાહી ન થતાં આખરે અમે મીડિયા સંબોધન કરી સમગ્ર મામલના ઉજાગર કરવાની કોશિશ કરી છે. જો સૌરાષ્ટ્ર યુનિ.માં ઘણી વખત પેપર ફૂટવાના બનાવ બને છે. આગામી દિવસોમાં ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ફરિયાદ નોંધાઈ કાર્યવાહી થશે?
સમગ્ર મામલે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે કહ્યું છે કે આજે સવારે સવારના 10થી 12.30 બીકોમ સેમેસ્ટર 3ના ઇકોનોમિક્સ પેપરની પરીક્ષા હતી. ત્યારે એક સંગઠન દ્વારા (આપ) દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે પરીક્ષાનું પેપર હતું તે વોટ્સએપમાં ફરતું હતું. પેપર સિક્યુરિટી પ્રેસમાં છપાતા હોય છે, દરેક જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર હોય ત્યાં મોકલવામાં આવે છે. અને ત્યાંથી જુદી જુદી કોલેજોમાં મોકલવામાં આવે છે. જેથી પેપર ખરેખર લીક થયું છે કે કેમ તેની ખાતરી કરવા ફરિયાદ નોંધાવવા યુનિ. પોલીસ સ્ટેશન ગયા હતા. ફરિયાદમાં એવું લખવવામાં આવ્યું છે કે પેપર પહેલાથી જ વોટ્સએપમાં ફરતું હતું. પેપર કોણે ફરતું કર્યું તે અંગે ખબર નથી.