બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / saurashtra kutch VTV exit poll 2022 gujarat elections

VTV EXIT POLL / AAPના CM ફેસ ગઢવી પોતે હારે તેવી શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં AAP ને જુઓ કેટલી સીટનું અનુમાન

Dhruv

Last Updated: 01:45 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીના VTVના સૌરાષ્ટ્રના Exit Pollમાં AAPને સૌથી મોટો ઝટકો લાગે તેવી શક્યતા દેખાઇ રહી છે. કારણ કે અહીં AAPને માત્ર 5 બેઠકો જ મળે તેવું તારણ લગાવવામાં આવી રહ્યું છે.

  • VTVના Exit Pollમાં સૌરાષ્ટ્રનો ચોંકાવનારો સર્વે
  • સૌરાષ્ટ્રમાં AAPને લાગી શકે સૌથી મોટો ઝટકો
  • AAPના CM ઇસુદાન ગઢવી હારે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે બીજા તબક્કાની તમામ બેઠકો પર સરેરાશ 62% જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં 93 બેઠકો પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થયું હતું. જેમાં સૌથી વધારે 68 ટકા મતદાન સાબરકાંઠા અને સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થયા બાદ સતત Exit Pollના તારણો સામે આવી રહ્યાં છે. જેમાં હવે VTVનો પણ સર્વે સામે આવી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની 54 બેઠકો પર ભાજપ મેદાન મારશે તેવું દેખાઇ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ભાજપને 28 બેઠક, કોંગ્રેસને 20 બેઠક તો AAPને માત્ર 5 બેઠક જ મળશે!
VTVના એગ્ઝિટ પોલમાં ભાજપને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપને 28 બેઠક, કોંગ્રેસને 20 બેઠક તો AAPને સૌરાષ્ટ્રમાં માત્ર 5 બેઠક જ મળશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે અન્યને સૌરાષ્ટ્રમાં 1 બેઠક મળવાનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને એક-એક બેઠક જીતે તેવું અનુમાન છે. પરંતુ AAPનું તો અહીંથી જ ખાતું જ નહીં ખૂલી શકે તેવું લાગી રહ્યું છે. ત્યારે ઇસુદાન ગઢવી પણ દ્રારકાની ખંભાળિયા બેઠક પરથી હારે તેવી શક્યતા Exit Pollના આંકડાઓના કારણે દેખાઇ રહ્યું છે.

ઇસુદાન ગઢવી પણ દ્રારકાની ખંભાળિયા બેઠક પરથી હારે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસની જેમ AAPએ પણ પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હરીફાઈ જોવા મળતી હતી. પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવી પ્રચંડ જીતનો દાવો કર્યો હતો. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં અનેક રેલીઓ યોજી હતી. તેમજ લોકોને મફત વીજળી અને મફત શિક્ષણ જેવા અનેક વચનો આપ્યા હતા. તેમ છતાં સૌરાષ્ટ્ર પરથી લાગે છે આ વખતે AAPના ભાજપ-કોંગ્રેસ સામે પાટીયા પડી જશે. એટલે કે સૌરાષ્ટ્રમાં ઇસુદાન ગઢવી જેવો દિગ્ગજ સીએમ ચહેરો ઊભો રાખ્યો હોવા છતાં સૌરાષ્ટ્રમાં AAP બાજી નહીં મારી શકે. મહત્વનું છે કે, AAPએ CM ચહેરા તરીકે સૌરાષ્ટ્રની દેવભૂમિ દ્રારકાની ખંભાળિયા બેઠક પરથી ઇસુદાન ગઢવીને ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા સામે ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને મેદાનમાં ઉતાર્યા હતા.

જિલ્લા ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ કુલ બેઠક
સૌરાષ્ટ્ર 28 20 5 1 54
કચ્છ 3 3 0 0 6
દક્ષિણ ગુજરાત 26 6 2 1 35
મધ્ય ગુજરાત 29 8 0 3 40
ઉત્તર ગુજરાત 13 18 0 1 32
અમદાવાદ 16 5 0 0 21

કચ્છમાં ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠકો મળે તેવું અનુમાન

VTVના એગ્ઝિટ પોલ મુજબ કચ્છમાં કુલ 6 બેઠકમાંથી ભાજપને 3 બેઠક મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. જ્યારે 3 બેઠકો કોંગ્રેસનાં ફાળે જાય તેવું લાગી રહ્યું છે. કચ્છમાં ભાજપને 3 અને કોંગ્રેસને 3 બેઠક મળે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે.

જિલ્લા ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ કુલ બેઠક
સૌરાષ્ટ્ર 28 20 5 1 54
રાજકોટ 4 3 1 0 8
સુરેન્દ્રનગર 3 2 0 0 5
જામનગર 3 0 2 0 5
દ્રારકા 1 1 0 0 2
પોરબંદર 0 1 0 1 (સમાજવાદી પાર્ટી) 2
જૂનાગઢ 1 3 1 0 5
ભાવનગર 7 0 0 0 7
બોટાદ 1 0 1 0 2
અમરેલી 0 5 0 0 5
ગીર સોમનાથ 3 1 0 0 4
કચ્છ 3 3 0 0 6

સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 2017 કરતા ઓછું મતદાન નોંધાયું
તમને જણાવી દઇએ કે, પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રમાં 48માંથી 45 બેઠકો પર મતદાનમાં ઘટાડો થયો હતો. ત્રિપાંખીયો જંગ હોવા છતાં 2017 કરતા અહીં ઓછું મતદાન નોંધાયું હતું. રાજકોટ પશ્ચિમ બેઠક પર 10% જેટલું ઓછું મતદાન તો ગોંડલ બેઠક પર 2.83% જેટલું ઓછું મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં ભાજપને 28 બેઠક, કોંગ્રેસને 20 બેઠક તો AAPને સૌરાષ્ટ્રમાં માત્ર 5 બેઠક જ મળશે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ