શનિદેવ દર અઢી વર્ષે રાશિ બદલે છે. 2022માં શનિ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. શનિદેવ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
શનિદેવ 30 વર્ષ બાદ કરશે ગોચર
કુંભ રાશિમાં પ્રવેશ કરતાં જ થશે અસર
આ રાશિના જાતકોએ ખાસ સાચવવું
શનિદેવ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
શનિદેવ જો કોઈ મનુષ્ય પર મહેરબાન થાય તો તેનું જીવન સુખ સમૃદ્ધીથી ભરપૂર રહે છે. પરંતુ શનિની ત્રાંસી નજર ધનવાનોના ભંડારોને પણ ખાલી કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શનિની રાશિ પરિવર્તન મનુષ્યના જીવન સાથે ઉંડો સંબંધ હોય છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ રાશિમાં બદલાય છે. તે અઢી વર્ષમાં એક વાર રાશિ બદલે છે. શનિ આ વખતે મકર રાશિમાં છે. અને 2022માં તે તેની સ્વરાશિ કુંભમાં પરિવહન કરશે.તો આવો જાણીએ શનિ ગોચર બાદ કઈ રાશિઓ પર પડશે તેનો પડછાયો અને કઈ રાશિઓ પર શરૂ થશે સાડા સાતીની અસર
ક્યારે છે શનિનું રાશિ પરિવર્તન ?
સૂર્ય પુત્ર શનિ 29 એપ્રિલ 2022માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ અઢી વર્ષમાં એક વાર રાશિ બદલે છે. તે હિસાબે શનિ 30 વર્ષબાદ પોતાની સ્વરાશિ કુંભમાં પરત ફર્યો છે. શનિ આ રાશિનો સ્વામી પણ છે. શનિનું રાશિચક્ર 30 મહિના એટલે કે, અઢી વર્ષમાં પૂર્ણ થાય છે.
આ રાશિ જાતકોને શનિની સાડા સાતી થશે અસર
જ્યોતિષોના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં શનિ અને કુંભ રાશિમાં પ્રવેશ કરતાં ધનુ રાશિ વાળા જાતકોને શનિની સાડા સાતીમાંથી મુક્ત થઈ જશે જ્યારે મીન રાશિ વાળા જાતકોને શનિની સાડા સાતીમાં પ્રથમ ચરણની શરૂઆત થઈ જશે. જ્યારે કુંભ રાશિ વાળાઓ માટે સાડા સાતીનો બીજો ચરણ શરૂ થશે અને મકર રાશિના તેનો અંતિમ ચરણનો પ્રારંભ થશે
આ રાશિના જાતકોને શનિના પડછાયાથી થશે અસર
જો વાત કરીએ તો શનિના પડછાયાની વાત કરીએ તો વર્ષ 2022માં ગોચર બાદ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને પડછાયો આવરી લેશે. જેને લઈને જ્યોતિષીઓએ આ બંને રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત મિથુન અને તુલા રાશિના જાતકોને શનિના પડછાયામાંથી મુક્તિ મળશે
શનિના ક્રોધથી બચવાના ઉપાય
જો કોઈ વ્યક્તિ શનિની સાડા સાતી કે પડછાયાની નકારાત્મક અસરનો શિકાર બની રહ્યો હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રોમાં ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. શનિના ક્રોધથી બચવા માટે શનિવારે શનિ દેવની પ્રતિમા પર સરસવનું તેલ અર્પણ કરો, તેમજ પીપળાના વૃક્ષની પૂજા કરો, શનિ સંબંધિત વસ્તુઓ જેવી કે, તેલ, લોખંડ, કાળી મસૂર, કાળા તલ વગેરેનું દાન કરો.