બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Sarpanch roles and responsibilities: Gujarat Gram Panchayat Election 2021

VTV Special / સરપંચ બનાવ્યા છે તો તેમની 5 વર્ષની ફરજો પર પણ નજર રાખજો, જાણી લો તમામ માહિતી

Parth

Last Updated: 04:14 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગઇકાલે જ ગ્રામપંચાયતની ચૂંટણી સમાપ્ત થઈ છે ત્યારે શું તમને ખબર છે કે સરપંચ પાસે કેટલી સત્તા હોય છે? અને તેમણે કેટલા કાર્યો કરવાના હોય છે?

  • ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી સંપન્ન 
  • હજારો ગામડાઓને મળ્યા નવા સરપંચ 
  • જાણો સરપંચ પાસે કેટલી સત્તા અને શું છે તેમની ફરજો 

લોકતંત્રનાં પર્વ ચૂંટણીની સમાપ્તિ, હવે પાંચ વર્ષ શું કામ કરશે સરપંચો? 
ભારતીય લોકતંત્રમાં સરપંચથી લઈને સંસદ સુધી આખું માળખું છે જેનાથી આ દેશ ચાલે છે, એમાં ગ્રામ પંચાયત માળખાનો પાયો ગણાય છે અને સંસદ સૌથી છેલ્લે આવે છે. ગુજરાતમાં ગઇકાલે જ હજારો ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો આવ્યા છે અને ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અનેક ગામોને નવા સરપંચ મળી ગયા છે ત્યારે સામાન્ય જનતા તરીકે તમારું કામ હવે શરૂ થાય છે, માત્ર સિક્કા મારીને વોટ આપી દેવાથી જવાબદારી સમાપ્ત થતી નથી, આગામી પાંચ વર્ષ સુધી સરપંચ અને ઉપસરપંચ સહિતનાં સત્તાધારીઓ શું કામ કરે છે અને તેમની શું ફરજ છે તે જાણવું પણ તમારા માટે ખૂબ જરૂરી છે. 

પંચાયત અધિનિયમની જોગવાઈઓ અને પંચાયતના ઠરાવો અમલમાં લાવવા કારોબારી સત્તા સરપંચને છે.

સરપંચના બીજા કાર્યો/ફરજો

  • પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવુ.
  • પંચાયતના અધિકારી-કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ નિયંત્રણ
  • કોઈ પણ એક પ્રસંગે 500 રૂપિયા સુધીનું આકસ્મિક ખર્ચ કરવાની સત્તા (2015નો સુધારો).
  • પંચાયત ફંડમાંથી નાણા ઉપાડવા અને તેના વહીવટની જવાબદારી નિભાવવી.
  • પંચાયત ફંડની કસ્ટડીની જવાબદારી નિભાવવી.
  • પત્રકો-રીપોર્ટો તૈયાર કરાવવા.
  • પંચાયત અધિનિયમ-નિયમોથી સોંપવામાં આવે તેવી બીજી સત્તા વાપરવી અને કાર્યો બજાવવા.

ઉપસરપંચના કાર્યો/ફરજો

  • સરપંચની ગેરહાજરીમાં પંચાયતોની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવુ.
  • સરપંચની 15 દિવસથી વધુ ગેરહાજરીમાં સરપંચની સત્તા વાપરવી અને ફરજો બજાવવી.
  • સરપંચ-ઉપસરપંચની ગેરહાજરીમાં બેઠક નક્કી કરે તેવા સભ્યો તે બેઠકનું અધ્યક્ષ સ્થાન લેવુ.
  • પંચાયત ફંડમાંથી નાણાં ઉપાડવા માટે ચેકમાં સરપંચ અને મંત્રીની સંયુક્ત સહીથી જ નાણાં ઉપાડી શકાશે. (2018નો સુધારો)

પંચાયતોને પોતાની વચ્ચે તાબેદારી અને તેમના સત્તા કાર્યો અને ફરજો

  • ગ્રામ પંચાયતને, તા.પં. અને જિ.પં.ના અધિકારને આધિન રહીને, જે તે વિસ્તાર માટે અધિકાર
  • તાલુકા પંચાયતને, જિ.પં.ના અધિકારને આધિન રહીને, જે તે વિસ્તાર માટે અધિકાર
  • જિલ્લા પંચાયતને, જે તે વિસ્તાર માટે અધિકાર
  • શહેર, મ્યુ.બરો, કેન્ટોટમેન્ટ સિવાય
  • રાજ્ય સરકાર અને યોગ્ય સત્તાધિકારી (વિકાસ કમિશ્નર)નાં નિયંત્રણને આધિન
  • ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાબા નીચે રહેશે.
  • તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાબામાં રહેશે.
  • આ અધિનિયમ અથવા બીજો કોઈ કાયદાની રૂએ ઠરાવવામાં આવેલ સત્તા વાપરવી, કાર્યો ફરજો બજાવવા અને તેમને એવી જવાબદારી અને અધિકાર રહેશે. 

પંચાયત સંગઠન અને રાજ્ય સરકારે પંચાયત ઉપર નિયંત્રણ રાખવા બાબત
ગુજરાત રાજ્યનું પંચાયત સંગઠન, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને ગ્રામ સભાઓનું રહેશે.
રાજ્ય સરકાર પ્રત્યક્ષ રીતે અથવા એ હેતુસર પોતે સામાન્ય અથવા ખાસ હુકમ દ્વારા નીમેલ અધિકારી અથવા અધિકારીઓ મારફત પંચાયત ઉપર પોતાનું નિયંત્રણ રાખશે.

પંચાયત ફંડ વિભાગો- (ત્રણ)
1. પંચાયત ફંડ (મહેસુલ વિભાગ)
સામાન્ય રીતે પંચાયત અધિનિયમમાં કરેલ જોગવાઈ પ્રમાણે પંચાયતોને નાણાકીય સાધનો ઊભા કરવાની સત્તા છે તે આધારે પંચાયતોને જે નાણાં મળે છે તે પંચાયત ફંડનો ભાગ બને છે. પંચાયતોએ તેમાંથી પોતાના કાર્ય અદા કરવા, તેનો ઉપયોગ કરે છે. તેનો સમાવેશ આ વિભાગમાં થશે.

બે પેટા વિભાગ છે
1. મહેસુલી આવક: આ પેટા વિભાગમાં પંચાયતના કરવેરા અને ફીની આવક, વૈધાનિક અનુદાનની આવક, વૈધાનિક નિધીમાંથી મળતા અનુદાનોની આવક, પંયાયતની પ્રવૃત્તિની આવક, વ્યાજની આવક વગેરેનો સમાવેશ થશે.

2. મહેસુલી ખર્ચ: પંચાયતના ફંડમાંથી પંચાયતના સામાન્ય વહીવટ અને મહેકમ ખર્ચ માટે જરૂરી ખર્ચની જોગવાઈ પ્રથમ કરવાની રહેશે. પંચાયતોએ લીધેલા લોનનાં હપ્તા અને વ્યાજની ચૂકવણી પણ આ વિભાગમાં આવશે. પંચાયતોએ પોતાના વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી કાર્યો અંગે જુદા જુદા સદરે યોગ્ય રકમ ફાળવવી.

2. રાજ્ય સરકારની યોજના માટે યોજનાકીય ગ્રાન્ટ તથા કામગીરી સહાય અનુદાન યોજના
એજન્સી ધોરણે તબદીલ થયેલ પ્રવૃત્તિઓ માટે મળવાપાત્ર અનુદાન પણ આ વિભાગમાં આવશે.

દેવા વિભાગ
1. લોન
2. અનામત
3. પેશગીઓ અને
4. ઉપલક ખાતાઓને લગતા વ્યવહારોનો સમાવેશ

હોદ્દા ઉપરથી દૂર કરવા (કલમ-57-71-85)

  • પંચાયતનો કોઈ સભ્ય, સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ
  • પોતાની ફરજો બજાવવામાં ગેરવર્તણુક માટે અથવા શરમજનક વર્તણુક માટે દોષિત થયો હોય
  • પોતાની સત્તાનો દુર ઉપયોગ કરે
  • પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર ભૂલો કરે
  • પોતાની ફરજો બજાવવામાં અસમર્થ થયો હોય
  • ગ્રામ-તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને સત્તા
  • જિલ્લા પંચાયત માટે વિકાસ કમિશ્નરને સત્તા

હોદ્દા ઉપરથી મોકૂફ રાખવા (કલમ-59-73-87)

  • સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ સમિતિના અધ્યક્ષ
  • નૈતિક અધ:પતનવાળા કોઈ ગુનાના સંબંધમાં કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હોય
  • જેને કોઈ ગુના માટે જેલમાં અટકમાં રાખવામાં આવ્યો હોય
  • કલમ-30 હેઠળ પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે ગેરલાયક ન ઠરાવે તેવી કેદની શિક્ષા ભોગવતો હોય
  • નિવારક અટકાયતને લગતા કોઈ કાયદા હેઠળ અટકમાં રાખવામાં આવ્યો હોય
  • ગ્રામ-તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને સત્તા
  • જિલ્લા પંચાયત માટે વિકાસ કમિશ્નરને સત્તા

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gram Panchayat Election 2021 Vtv Exclusive ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી સરપંચનાં કાર્યો અને ફરજો Gujarat Gram Panchayat Election 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ