કાર્તિક આર્યન 'આશિકી 3'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે, આ બધા વચ્ચે સારા અલી ખાને કાર્તિક સાથે આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કાર્તિક આર્યન 'આશિકી 3'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે
ફિલ્મ માટે હજુ સુધી કોઈ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી નથી
સારાએ કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
સારા અલી ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ગેસલાઈટ' ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સારા તેનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. સાથે જ તે આ દિવસોમાં સારા અલી ખાન અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન દીનો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ કાર્તિક આર્યન પણ અનુરાગ બાસુ સાથે 'આશિકી 3'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે અને રસપ્રદ વાત એ છે કે 'આશિકી 3' માટે હજુ સુધી કોઈ લીડ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી નથી. આ બધા વચ્ચે સારાએ હવે કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની કેમેસ્ટ્રી વિશે આજે પણ લોકો ચર્ચા કરે છે. તેમની ઓન-સ્ક્રીન બોન્ડિંગ વર્ષ 2020ની ફિલ્મ 'લવ આજ કલ' ફિલ્મમાં જોવા મળી હતી, ભલે એ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી નહતી પણ ચાહકો હજુ પણ તેમને પડદા પર સાથે જોવા ઈચ્છે છે. એક સમયે એવી વાત પણ સામે આવી હતી કે 'લવ આજ કલ' દરમિયાન સારા અને કાર્તિક એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા પણ ફિલ્મ ફ્લોપ થયા બાદ બંને કોઈ કરણોસર અલગ થઈ ગયા હતા. આ સાથે જ સારા અલી ખાને કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં કાર્તિક સાથે રિલેશનશિપમાં હોવાની કબૂલાત કરી હતી.
બ્રેકઅપના આટલા લાંબા સમય બાદ સારાએ કાર્તિકની આગામી ફિલ્મ 'આશિકી 3' વિશે એવી વાત કહી કે જેને સાંભળીને ફેન્સ ફરી ઉત્સાહિત થઈ ગયા છે. એક વાતચીત દરમિયાન સારા અલી ખાને કાર્તિક આર્યનની ફિલ્મ 'આશિકી 3'માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "મને હજુ સુધી 'આશિકી 3' ઓફર કરવામાં આવી નથી પણ જો મને આ ફિલ્મની ઓફર કરવામાં આવશે તો મને તે ગમશે અને હું ચોક્કસપણે હા કહીશ.'
જણાવી દઈએ કે હાલમાં જ બોલિવૂડ હંગામાએ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 'આશિકી 3'ના મેકર્સ ફિલ્મ માટે સારા સાથે વાતચીત કરી રહ્યા છે. આ રિપોર્ટના લગભગ એક મહિના પછી સારાએ હવે કહ્યું છે કે તે 'આશિકી 3'માં કામ કરવા માંગે છે.