બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / samajwadi party up former cm mulayam singh yadav passed away

દુ:ખદ / BIG NEWS: લાંબી બીમારી બાદ સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન, પરિવાર શોકમગ્ન

Kavan

Last Updated: 10:10 AM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.

  • નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહ યાદવનું નિધન
  • 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • શ્વાસ લેવામાં તકલીફ અને બીજી બીમારીને કારણે ગત રવિવારે દાખલ કરાયા હતા
  • નિધનને પગલે દેશમાં શોકનો માહોલ

દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા. 

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.

મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું, તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.

મુલાયમ સિંહ યાદવની 5 દાયકાની રાજકીય કારકિર્દી

  • 1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993 અને 1996 એમ 8 વખત તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
  • 1977 તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં સહકારી અને પશુપાલન મંત્રી હતા. તેઓ લોકદળ ઉત્તર પ્રદેશના પણ અધ્યક્ષ હતા. 1980માં તેઓ જનતા દળના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.
  • 1982-85માં વિધાન પરિષદના સભ્ય હતા.
  • 1985-87માં તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
  • તેઓ 1989-91માં ઉત્તર પ્રદેશના CM હતા.
  • 1992માં સમાજવાદી પાર્ટીની રચના કરી હતી.
  • 1993-95માં તેઓ ઉત્તર પ્રદેશના CM રહી ચૂક્યાં છે.
  • 1996માં તેઓ સાંસદ બન્યા.
  • 1996-98માં તેઓ સંરક્ષણ મંત્રી હતા.
  • 1998-99માં ફરીવાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા.
  • 1999માં સાંસદ તરીકે ત્રીજી વખત તેઓ લોકસભા પહોંચ્યા અને ગૃહમાં સપાના નેતા બન્યા.
  • ઓગસ્ટ 2003થી મે 2007 સુધી તેઓ ઉત્તર પ્રદેશના સીએમ બન્યા.
  • ચોથી વખત તેઓ 2004માં લોકસભા સાંસદ બન્યા
  • તેઓ 2007-2009 સુધી યુપીમાં વિપક્ષના નેતા હતા.
  • 5મી વખત મે 2009માં તેઓ સાંસદ બન્યા.
  • 6ઠ્ઠી વખત તેઓ 2014માં સાંસદ બન્યા.
  • 7મી વખત તેઓ 2019થી સાંસદ હતા.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ