બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / salt bae shared the photo of bill of 9 lakh rupee of one customer in dubai nusrat e
ADVERTISEMENT
બિલમાં ઓર્ડર કરેલ ફૂડ આઈટમ્સ અને ડિંક્સ વિશે લખેલું હોય છે. સાથે જ તેમાં પ્રાઈઝ પણ લખેલી હોય છે. પણ દુબઈની એક રેસ્ટોરેંટનાં એક ગ્રાહકનું બિલ જોઈને મોઢું ખુલ્લું જ રહી જશે. સાલ્ટ બેઈ salt bae નામના એક ફેમ તુર્કીનાં શેફ નુસરત ગોક્સેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જે જોઈને લોકો ચોંકી ગયાં છે. તેમણે ખાવાની ચીજોનાં એક બિલનો વીડિયો શેર કર્યો. બિલ 108,500 ડોલર એટલે કે આશરે 90,23,028 રૂપિયાનો બન્યો છે. આ તેમના દુબઈનાં રેસ્ટોરેંટમાં એકવાર ખાવાનાં બિલનો વીડિયો છે જે કેટલાક લોકોએ ગત અઠવાડિયે ચુકવ્યું હતું.
ADVERTISEMENT
આ વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે- 'પૈસા આવે છે, પૈસા જાયે છે' બિલમાં ઓર્ડર કરેલી ડિશ અને ડ્રિંક્સની સાથે-સાથે તેમણે તેના ભાવ પણ લખ્યાં.
ADVERTISEMENT
અત્યંત મોંઘા છે ભાવ
બિલમાં જોઈ શકાય છે કે રેસ્ટોરેંટમાં આવનારા લોકોએ અનેક ડીશ ઓર્ડર કરી હતી. હવે આ ફૂડ ડીશનાં ભાવ તો જુઓ કેટલા વધારે છે. ચોંકાવનારી વાત તો ત્યારે બની જ્યારે ગ્રાહકોએ 24500 ડોલર એટલે કે 20 લાખ રૂપિયાની ટીપ રેસ્ટોરેંટને આપી.
SALT BAE IN DALLAS TX 🥩🔥😎 #saltbae #restaurant #downtowndallas pic.twitter.com/wwZqugxSUF
— Rowheim Farooqui (@RowheimF) January 19, 2024
ADVERTISEMENT
યૂઝર્સ ચોંકી ગયાં
સોશિયલ મીડિયા પર આ બિલનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફૂડ ડીશનાં ભાવ જોઈને કેટલાક યૂઝર્સ તો રોષે ભરાઈ ગયાં છે. તેમણે કહ્યું કે એકતરફ દુનિયાની મોટી આબાદી ભૂખે મરી રહી છે. પૈસાનાં અભાવથી ઘણાં લોકો ચિંતિત છે. અને અહીં એકવારનું જમવાનું 90 લાખ રૂપિયામાં ખવાઈ રહ્યું છે. યૂઝર્સ 20 લાખ રૂપિયાની ટીપને તો પૈસાની બરબાદી કહી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.