salaries will be increased this year says survey learn who will get hike
ખુશખબર /
પગારદાર કર્મચારીઓ માટે સારા સમાચાર આ વર્ષે 10% વધારો પાક્કો, જાણો કોને કેટલો થશે ફાયદો
Team VTV08:59 AM, 29 Jan 22
| Updated: 10:34 AM, 29 Jan 22
2022માં કર્મચારીઓનો પગાર સરેરાશ 10 ટકા જેટલો વધી શકે છે તેવી જાહેરાત એક સર્વેમાં કરવામાં આવી હતી. આ વખતે કોરોનાની માઠી અસર તેના પર જોવા નહીં મળે એવી આશા છે.
પગારદાર કર્મચારીઓ માટે સારા સમાચાર
આ વર્ષે પગારમાં 10 ટકા સુધીનો થઇ શકે છે વધારો
કોરોનાથી વેપાર પર નહીં પડે અસર
10 ટકા જેટલો એવરેજ પગાર વધશે
કૉર્ન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ 2022માં કર્મચારીઓનો પગાર સરેરાશ 9.4 વધી શકે છે. 2021 માં સરેરાશ વેતન વૃદ્ધિ 8. 4 રહી રહી છે, જ્યારે 2019 માં આ આંકડા સરેરાશ 9.25 ટકા રહ્યા હતા.
બિઝનેસ સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા અનુસાર આ વખતે કોરોનાની અસર ધંધા વેપાર પર ખાસ નહીં પડે. જેના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને વેતન વધારો આપશે. પગારમાં વધારો વેપાર, ઇન્ડસ્ટ્રીઝ મેટ્રિક્સ અને બેંચમાર્ક ટ્રેડર્સ પર નિર્ભર હોય છે.
ટેક કંપનીઓમાં સૌથી વધુ વધારો
આ વર્ષે સૌથી વધુ ટેક કંપનીઓને પગાર વધારાની આશા છે. આ વર્ષ ટેક કંપનીઓ વધુ 10. 5 પગાર વધારો કરે તેવી શક્યતા છે. તેના પછી લાઇફ સાયન્સમાં 9.5 ટકા અને, સેવા, વાહન અને રસાયણો કંપનીઓમાં 9 સુધી વધારાની આશા છે.
બજાર સાથે સંકળાયેલ એક્સપર્ટસે જણાવ્યું છે કે બજારના બજારોમાં ઉત્પાદનનું પ્રદર્શન, વધી રહેલો બિઝનેસ, ઇન્ડસ્ટ્રી મેટ્રિક્સ અને માર્કેટ ટ્રેંડ્સ પર આધાર રાખે છે.
વર્ષાનુવર્ષ વધારો
કોર્ન ફેરી ઇન્ડિયા દ્વારા કરાએલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2022માં કર્મચારી વેતનમાં 9.4 ટકાનો થશે વધારો થશે. વર્ષ 2021માં 8.4 ટકા વૃદ્ધિ થઇ હતી. વર્ષ 2019માં 9.25 ટકાની વૃદ્ધિ થઇ હતી
ગત વર્ષે 786 કંપનીઓમાં 60 ટકાએ વર્ક ફ્રોમ કર્મચારીઓને વાફફાઇ ભથ્થુ આપ્યુ હતું. 10 ટકા કંપનીઓ ટ્રાવેલ ભથતું બંધ કરવાની ફિરાકમાં છે. આમ આજકાલ વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.