બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sahkarthi samrudhdhi program will be held in gujarat

આયોજન / ગુજરાતમાં આજે 'સહકારથી સમૃદ્ધિ ' સંમેલન, અમિત શાહ પશુપાલકોને કરશે સંબોધન

Kavan

Last Updated: 08:05 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેઓ તાપીના બાજીપુરામાં સહકાર સંમેલનમાં આપશે હાજરી.

  • તાપીના બાજીપુરામાં સહકાર સંમેલન
  • અમિત શાહ આપશે હાજરી
  • સહકારથી સમૃદ્ધિ એવા નામ સાથે સંમેલન

કેન્દ્રીય સહકારીતા મંત્રાલય દ્વારા આજે દેશનો પ્રથમ “સહકારથી સમૃદ્ધિ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે અને મોટી સંખ્યામાં હાજર રહેલા પશુ પાલકોને સંબોધન કરશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

તાપીના બાજીપુરામાં આજે સહકાર સંમેલન

ઉલ્લેખનીય છે કે, આ સહકાર સંમેલન તાપીના બાજીપુરામાં યોજાશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ અમિત શાહ શિલાન્યાસ કરવાના છે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી અને કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે તો તાપી, સુરતના સહકારી મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહનું કરાશે સન્માન

આપને જણાવી દઈએ કે, સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઈ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

ત્રણ વખત કાર્યક્રમ મોકુફ રખાયા હતા

નોંધનીય છે કે, આ અગાઉ 3 વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારીને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે યોજાઈ રહેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ