બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / રાજકોટ / Sagira suddenly developed stomach pain, later revealed to have been molested

રાજકોટ / સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો, બાદમાં દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ, તપાસમાં સાચું સામે આવતા પોલીસ બેડો સ્તબ્ધ

Vishal Khamar

Last Updated: 09:29 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ સાથે દુષ્કૃત્યના કેસ સતત વધી રહ્યા છે. જેમાં વિધર્મી શખ્સે પોતાના જ મિત્રની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • રાજકોટ વધુ એક દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ
  • મહિલા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ
  • સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રફીક આરબ નામના આરોપીની ધરપકડ

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા પામી છે. ત્યારે સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અચાનક સગીરાને પેટમાં દુખાવો થતા દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.  મહિલા પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસ તપાસમાં આરોપી અને પીડિતા પરિચિત હોવાનું સામે આવ્યું. જેમાં આરોપી રફીક આરબ પીડિતાના પિતાનો મિત્ર હોવાનો ખુલાસો થયો હતો.

ચાવી આપવાના બહાને સગીરાને ઘરે બોલાવીઃતપાસ અધિકારી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પીડિત સગીરાના પિતાનો મિત્ર છે એક બીજાના ઘરે આવવાના સંબંધ છે. રફીક આરબ નામના આરોપીએ સગીરાના ઘરે ફોન કર્યો જે સગીરાએ ઉપડયો.સગીરાએ ફોન ઉપાડતાં આરોપીએ કહ્યું કે તે તેની ટુ વ્હીલરની ચાવી ભૂલી ગયો છે તે આપી જા ને.સગીરા આરોપી રફીક આરબના ઘરે ચાવી આપવા જાય છે.આરોપીના ઘરે કોઈ ન હોવાથી તેની દાનત બગડી અને દરવાજો બંધ કરી સગીરાના મોઢે ડુમો દઈને તેની સાથે આચર્યું દુષ્કર્મ. સગીરા ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો ઉપડતાં તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સગીરાએ તેના માતા પિતાને તેની સાથે જે બન્યું તે જણાવ્યું હતું.સગીરાના માતા પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા તેની ઓફીસે પહોંચી આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.પહેલા તો આરોપી આ સમગ્ર ઘટનાથી અજાણ છે અને પોતે કંઈ જ કર્યું નથી તેવું બતાવવાનો પ્રયાસ કરતો હતો. પણ પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતા આખરે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

થોડા દિવસ પહેલા જ સગા મામાએ સગીરા સાથે કર્યા હતા અડપલાં
થોડા દિવસ પહેલા પણ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે પોતાના જ સગા મામાએ શારીરિક અડપલા કર્યા હતા.સગીરાએ તેની દાદીને વાત કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સગીરાઓ અને બાળકીઓ સાથે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે
છેલ્લા કેટલાક દિવસોમાં સગીરાઓ અને બાળકીઓ સાથે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.મોટા ભાગના કિસ્સાઓમાં માસૂમ સાથે તેના કોઈ પરિચિત એ જ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવતું હોય છે.ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવતા ચકચાર મચી છે.આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ માટે જરૂરથી ચિંતાજનક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ