બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / RSS chief Mohan Bhagwat made a big statement on the issue of Hindutva in Hyderabad

મોટું નિવેદન / હિન્દુ હિત એટલે રાષ્ટ્ર હિત, RSS સુપ્રીમો મોહન ભાગવતનું હિન્દુત્વ પર મોટું નિવેદન

Ronak

Last Updated: 09:31 AM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સમારોહમાં શામેલ થવા હૈદરાબાદ ગયા હતા. તે સમયે તેમને હિન્દુત્વને લઈને નિવેદન આપ્યું કે હિન્દુ હિત એજ રાષ્ટ્ર હિત છે.

  • RSS પ્રમુખ મોહન ભાગવતે ફરી મોટું નિવેદન આપ્યું 
  • હિન્દુત્વને લઈને મોહન ભાગવતનું મોટું નિવેદન 
  • હિન્દુ હિત એટલે રાષ્ટ્ર હિત: મોહન ભાગવત 

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે એવું કહ્યું કે હિન્દુ હિત એટલે રાષ્ટ્ર હિત જે આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. હૈદરાબાદના એક કાર્યક્રમમાં સંબોધન આપતી વખતે મોહન ભાગવતે કહ્યું કે બીજા નંબરે આપણી ભાષા જાતી અને પરિવારનું હીત હોવું જોઈએ. 

અમે સ્વાભીમાનથી જીવીશું : મોહન ભાગવત 

વધુમાં મોહન ભાગવતે એવું પણ કહ્યું કે કોઈ એવી વાત કે જેના કારણે અંદરોઅંદર ઝઘડા થવા વાળી હોય તેમા અમે નહી જઈએ કોઈ પણ વાત જે અમને કાયર બનાવે તેમા પણ અમે નહી જઈએ. સાથેજ તેમણે કહ્યું અંમે સ્વાભિમાનથી જીવીશું. સૃષ્ટિનું પાલન-પોષણ કરીશું. આજ રીતે જીવન જીવવાનો આપણો સંકલ્પ હોવો જોઈએ.

આજે પણ અમે એવાને એવાજ છીએ :મોહન ભાગવત 

મોહન ભાગવતે કહ્યું અમારી પાસે એવું સામર્થ્ય છે કે અમારી સામે ઉભા રહેવાની તાકાત કોઈનામા નથી. અમને સમાપ્ત કરવાનો પ્રયાસ ઘણી વાર કરવામાં આવ્યો. જોકે અમારે સમાપ્ત થવું હોત તો અમે 1 હજાર વર્ષમાં થઈ જતા પરંતુ એવું નથી થયું. સાથેજ તેમણે કહ્યું કે જેઓ અમને સમાપ્ત કરવા જઈ રહ્યા હતા તેમના પગ ખાલી તઈ રહ્યા છે. પરંતુ અમે એવાના એવાજ છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર 

સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે આજે પણ ભારતમાં 5 હજાર વર્ષ જુનો સનાતન ધર્મ એવોને એવો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સમારોહમાં શામેલ થવા હૈદરાબાદ ગયા હતા. તે સમયે તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ