ક્રિકેટ / રોહિત શર્મા આ બે ક્રિકેટરો પર બગડ્યો, આ વાતનો ખુલાસો કરતા બંનેને લીધા આડે હાથ

rohit sharma slammed rishabh pant and yuzvendra chahal during instagram live video

કોરોના વાયરસને કારણે ક્રિકેટના મેદાનમાં સન્નાટો છવાઈ ગયો છે, આઈપીએલ પણ મુલતવી રાખવામાં આવી છે પરંતુ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ચાહકોના મનોરંજન માટે એક નવી રીત શોધી કાઢી છે. હકીકતમાં રોહિત શર્મા હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે અને હવે તે તેના સાથી ખેલાડીઓ સાથે પણ વાત કરી રહ્યો છે. રોહિત શર્માએ બુધવારે ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત અને યુઝવેન્દ્ર ચહલથી નારાજ પણ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ