નારાજગી / મોદી સરકાર પર ઋષિ કપૂર ભડકયાં, કહ્યું આપણા દેશમાં આવું કેમ નહીં

Rishi Kapoor is Upset about how government treats artists

બોલિવૂડના વેટરન એક્ટર ઋષિ કપૂર હાલમાં એક વાતથી ખૂબ નારાજ છે. તેમને લાગે છે કે સરકાર આર્ટિસ્ટ કોમ્યુનિટી સાથે સારી રીતે વર્તતી નથી અને ભારતમાં કલાકારોનું એ રીતે સન્માન નથી થતું જે રીતે વિદેશોમાં થાય છે. ઋષિ કપૂરે કહ્યું કે, 'જ્યારે હું વિચારું છું કે આપણી સરકાર કલાકારો સાથે કેવી રીતે વર્તે છે ત્યારે હું પરેશાન થઈ જાવ છું. આપણું રાષ્ટ્ર વિશ્વભરમાં સિનેમા, સંગીત અને સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ આપણી સરકાર કલાકારો સાથે કેવી રીતે વર્તે છે. શું સરકાર અન્ય દેશોની જેમ આપણા દેશના કલાકારોને ઓળખ આપે છે? બધાં જ નવા રસ્તાઓ, પુલ, એરપોર્ટ રાજકારણીઓના નામ પર રાખવામાં આવે છે. આ બધી જગ્યાએ કોઈ કલાકારનું નામ કેમ રાખવામાં આવતું નથી? '

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ