Team VTV09:27 PM, 10 Aug 22
| Updated: 09:32 PM, 10 Aug 22
ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 79 નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ
મહેસૂલ વિભાગે કરી સાગમટે બદલી
79 નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને બદલ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બદલીનો દોર યથાવત છે, પોલીસ બેડા સાથે સાથે અન્ય વિભાગોમાં પણ અધિકારીઓને બદલી નાખવામાં આવ્યા છે. ત્યારે 79 અધિકારીઓને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે, મહેસૂલ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જામનગરના ત્રણ જી એ એસની બદલી, પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની દેવભૂમિ દ્વારકાના જિલ્લા ડેપ્યુટી ઈલેક્શન ઓફિસર તરીકે બદલી , ડેપ્યુટી કલેકટર હાર્દિપ આચાર્યની સ્ટેમ્પ ડ્યુટીની હળવદ પ્રાંત તરીકે તો કે એ રાઠોડ , ડેપ્યુટી ડીડીઓની પ્રાંત ઓફિસર , વિસાવદર , જૂનાગઢમાં બદલી કરવામાં આવી છે. જુઓ આખું લિસ્ટ