બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 05:19 PM, 11 July 2022
ADVERTISEMENT
શ્રીલંકામાં છેલ્લા 3 મહિનાથી આર્થિક અને રાજકીય સંકટના વાદળો છવાયેલા છે. આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સત્તાવાર રીતે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. તેમણે આ અંગે પીએમ રાનિલ વિક્રમસિંઘેને જાણકારી આપી છે. શ્રીલંકાના પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે પોતાની જાહેરાત અનુસાર રાજીનામું આપી દેશે.
બીજી બાજૂ શ્રીલંકામાં સર્વદળીય સરકાર બનાવ્યા બાદ વિક્રમસિંઘે સરકારના મંત્રીઓ પણ રાજીનામા આપશે. તેમની સાથે તમામ કેબિનેટ મંત્રી પણ પોતાના પદ છોડવાના છે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ આજે સવારે કેબિનેટ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે. બેઠકમાં ભાગ લેનારા તમામ મંત્રીઓનો મત હતો કે, જેવું સર્વદળીય સરકાર બનાવાનો કરાર થાય છે, તો તે સરકાર પોતાની જવાબદારી સોંપવા માટે તૈયાર છે. તો વળી પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજીનામું નહીં આપે, ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાલી નહીં કરે.
ADVERTISEMENT
પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન સાફ કર્યું
સોમવારે સવારે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગ્રાઉન્ડમાં જમા થઈને કચરો સાફ કરીને પોતાની જવાબદારીનો અનુભવ કરાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ગ્રાઉન્ટને એકદમ સાફ કરી નાખ્યું હતું. બાદમાં થેલીઓમાં પેક કરીને બહાર ફેંકી દીધો હતો. તેમણે કહ્યું કે, આ ગંદકી અમે ફેલાવી હતી, એટલા માટે તેને સાફ કરવાની પણ અમારી જવાબદારી હતી. આ એક જાહેર જગ્યા છે. અમે અહીં વ્યવસ્થા બદલવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીના નિવાસ સ્થાનને આગ લગાવી દીધી
શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ રવિવારે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનને આગ લગાવી દીધી હતી. પ્રદર્શનકારીઓનું કહેવુ હતું કે, પોલીસે આગ લગાવી છે, જો કે, પોલીસ આ વાતની ના પાડી રહી છે. જ્યારે ઘટનાનો વીડિયો બનાવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસ લોકોને વીડિયો ઉતારતી રોકી રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.