બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / reserve bank of india to buy out stressed assets of shadow banks after modi government recommendation
Mehul
Last Updated: 07:56 PM, 28 November 2019
ADVERTISEMENT
ત્યારે નાણા મંત્રાલય દેશની બેન્કોની નૉન પર્ફોમિંગ અસેટ ( NPA )ને ખરીદવા માટે આરબીઆઇ પર સ્ટ્રેસ અસેટ ફંડ બનાવવાનું દબાણ બનાવી રહી છે. જો આમ બને છે તો NPAના ભાર નીચે દબાયેલી બેન્કોને મોટી રાહત મળી શકે છે.
ન્યૂઝ ચેનલ એનડીટીવીમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ, એક અધિકારીએ જણાવ્યું કે સરકારે કેન્દ્રીય બેન્કને એમ પણ કહ્યું કે તે કેટલીક રિયલ એસ્ટેટ લોનને બેડ લોનના રૂપે વર્ગીકૃત કરવાથી બેન્કોને છૂટ આપવા પર વિચાર કરે. જોકે, આરબીઆઇ ( RBI )એ સરકારની આ બંને ભલામણ પર આપત્તિ દર્શાવી છે. આરબીઆઇનું માનવું છે કે જો તેના પર આગળ વધવામાં આવે છે તો તેમની બેલેન્સ શીટ પર વિપરીત પ્રભાવ પડશે. અધિકારી વધુમાં જણાવ્યું કે તેના પર વાતચીતનો સિલસિલો ચાલુ છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ પહેલા સમાચાાર આવ્યા હતા કે, 1.76 લાખ કરોડ રૂપિયાના લાભાંશ અને કેશ રિઝર્વ ટ્રાન્સફર કરવાના નિર્ણય પર પણ આરબીઆઇ અને મોદી સરકાર વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી.
આ મુદ્દો ઘણા લાંબા સમય માટે નાણા મંત્રાલય અને કેન્દ્રીય બેન્ક વચ્ચે ખેંચતાણનું કારણ બન્યો હતો. એવામાં સરકાર અને આરબીઆઇ એકવાર ફરી આમને-સામને આવી શકે છે. કેન્દ્રીય બેન્કે ઓગસ્ટમાં 1, 76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.