બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / report sitting for long time on office desk chir can kill you sooner

તમારા કામનું / ખુરશી બની શકે છે મોતનું કારણ! બેઠા રહેવાથી વધી જાય છે હાર્ટઅટેકનો ખતરો, જાણો બચાવનો ઉપાય

Arohi

Last Updated: 10:05 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sitting For Long Can Kill You Sooner: તમે ઘણી વખત વાંચ્યું કે સાંભળ્યું હશે કે સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે 8 કલાક સુધી તમે જો વગર કોઈ એક્ટિવિટીએ બેસી રહો છો તો વહેલા મરવાના ચાંસ વધી જાય છે.

  • ખુરશી બની છે કે મોતનું કારણ 
  • ઓફિસમાં બેસી રહેતા હોય તો સાવધાન 
  • જીમ જતા લોકો માટે પણ સંશોધનમાં ખુલાસો 

ખુરશી તમારો જીવ લઈ શકે છે. આ વાત તમને અજીબ લાગી રહી હશે પરંતુ આ વાત હકીકત છે. સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ડેસ્ક પર બેસીને કામ કરતા રહેવાથી જલ્દી મરવાના ચાન્સ 16 ટકા વધારે વધી જાય છે. આ શોધ સ્ટ્રેસમાં થયેલા જર્નલ JAMA Network Openમાં છપાઈ છે.  વધારે બેસી રહેતા લોકો પર 13 વર્ષ સુધી રિસર્ચનું જે પરિણામ નિકળ્યું તે તમારૂ ટેન્શન વધારી શકે છે. 

34 ટકા વધી જાય છે હાર્ટ ડિસીઝનો ખતરો 
જો તમે સતત બેસી રહો છો હલન ચલન ઓછુ કરો છો તો ડરવાની જગ્યા પર સતર્ક થવાનો સમય આવી ગયો છે. વધારે વાર સુધી બેસી રહેવા પર થયેલા રિસર્ચમાં 4,81,688 લોકોએ ભાગ લીધો હતો. સંશોધનમાં પરિણામ આવ્યું કે જે લોકો વધારે સમય સુધી ખુરશીમાં બેસી રહે છે તેમનામાં કાર્ડિયો વસ્કુલર ડિસીઝથી મરવાનો ખતરો 34 ટકા વધારે હોય છે. ત્યાં જ બીજી બીમારીઓથી મરવાનો ખતરો 16 ટકા વધી જાય છે. 

ચાલવું ફરવું ખૂબ જ જરૂરી 
પ્રકૃતિએ માનવ શરીરને ચાલવા ફરવા માટે બનાવ્યું છે. બ્લૂ ઝોનમાં રહેતા લોકો પણ વૃદ્ધા વસ્તા સુધી એક્ટિવ રહે છે. તેમના લાંબી ઉંમરના કારણોમાંથી એક છે ચાલવું ફરવું, જ્યારે આપણે સતત બેસી રહીએ છીએ તો બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને કમરમાં દુખાવો, ચરબી જામવા જેવો ખતરો વધી જાય છે. આ બધા ઉપરાંત કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પણ થઈ જાય છે. આ બધી વસ્તુઓ હાર્ટ ડિસીઝ અને કેન્સર સાથે જોડાયેલી છે. 

વધુ વાંચો: શું તમને પણ છે આવી કુટેવો? તો સુધારી દેજો, નહીં તો મેન્ટલ હેલ્થને થશે નુકસાન

મહિલાઓમાં બીમારીનો ખતરો વધારે 
સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકો 8 કલાકથી વધારે બેસીને કામ કરે છે તેમના સ્વાસ્થ્યને સ્મોકિંગ જેવો ખતરો થઈ શકે છે. જો તમને લાગે છે કે આખો દિવસ બેસીને કામ કર્યા બાદ જીમમાં પરસેવો પાડી તમારૂ બધુ ડેમેજ બેલેન્સ કરી દેશે તો આ ભ્રમ છે. એક રિપોર્ટ અનુસાર સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ઈન્ફ્લેમેશન જેવી સમસ્યાઓ વધાનો ખતરો મહિલાઓમાં વધારે હોય છે. જોકે બેસવાથી શરીરને શું અસર થશે તે મહિલાઓ અને પુરૂષોમાં અલગ અલગ હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ