બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Report Says Students Population in US Crosses 2 lakh

રિપોર્ટ / અમેરિકામાં ભણનારા વિદ્યાર્થીઓમાં ભારતનો ક્રમ બીજો, સંખ્યા વધીને 2 લાખ પહોંચી

Bhushita

Last Updated: 10:24 AM, 19 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત વિશ્વનો બીજો દેશ છે જેનો યુવા વર્ગ અભ્યાસ માટે અમેરિકા જાય છે. આ મામલે ચીન સૌથી આગળ છે. ચીનના 3,69,548 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ આંકડાઓ વર્ષ 2018-19 મુજબના છે. રિપોર્ટ મુજબ ચીન સતત 10માં વર્ષે પણ આ મામલે પહેલા સ્થાને રહ્યું, જ્યારે ભારતમાંથી 2,02,014 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા પહોંચ્યા હતા.

  • ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા પહેલી પસંદ
  • અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2 લાખ
  • અમેરિકામાં ચીન-ભારતના સૌથી વધુ વિદ્યાર્થીઓ

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિઝા સંખ્યાના આધારે આ સમયે અમેરિકામાં ભણવાની ઈચ્છા રાખનારા કે તેના માટે અમેરિકાની સરકારથી અનુમતિ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

વિઝા આપવાના મુદ્દામાં નોંધપાત્ર ઘટાડો

યુ.એસ.માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં વિઝા મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ વધારે છે, પરંતુ 2015માં આ સંખ્યા, 74831 હતી, જ્યારે 2018માં તે 42694 પર આવી ગઈ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓને વિઝા આપવાના મુદ્દામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ફાઈલ ફોટો

આ કોર્સની પસંદગી કરી રહ્યા છે ભારતીયો

યુ.એસ.માં 24,813 ભારતીય અંડરગ્રેજ્યુએટ્સ છે, 90333 અંડરગ્રેજ્યુએટ છે, લગભગ 84630 વૈકલ્પિક પ્રાયોગિક તાલીમ અને 2238 નોન-ડિગ્રી કોર્સ કરી રહ્યા છે.  મેનેજમેન્ટની ડિગ્રી મેળવવાને બદલે, વિદ્યાર્થીઓ હવે ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નોકરી લેવા માટે ગણિત અને આંકડાશાસ્ત્રને પસંદ કરે છે. 

ગ્રેજ્યુએટ કરનારાની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

કોર્સની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે મેથ્સ અને કોમ્પ્યુટર સાયન્સને મહત્વ આપે છે. આ સંખ્યા લગભગ 37 ટકા છે. દરેક વખતે સૌથી આગળ રહેનારા એન્જિનિયરિંગ 34 ટકાની સાથે બીજા નંબરે છે. આ આંકડા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો છે. અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટની સંખ્યામાં 6.3 ટકાનો વધારો થયો છે જ્યારે ગ્રેજ્યુએટ કરનારાની સંખ્યા 5.6 ટકા ઘટી છે. 

ભારત-ચીનમાંથી જાય છે આટલા વિદ્યાર્થીઓ

ભારત વિશ્વનો બીજો દેશ છે જેનો યુવા વર્ગ અભ્યાસ માટે અમેરિકા જાય છે. આ મામલે ચીન સૌથી આગળ છે. ચીનના 3,69,548 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ આંકડાઓ વર્ષ 2018-19 મુજબના છે.  રિપોર્ટ મુજબ ચીન સતત 10માં વર્ષે પણ આ મામલે પહેલા સ્થાને રહ્યું, જ્યારે ભારતમાંથી 2,02,014 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા પહોંચ્યા હતા. 2019 ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશન એક્સજેન્ચએ જણાવ્યું કે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 2018-19 શૈક્ષણિક વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધારે છે. સતત ચોથા વર્ષે આ સંખ્યા 10 લાખથી વધારે છે.  

અમેરિકન વાણિજ્ય વિભાગના આંકડોઓ મુજબ 2018માં અમેરિકન અર્થવ્યવસ્થામાં વિદેશી વિદ્યાર્થીઓનો 44.7 બિલિયન ડોલરનું યોગદાન છે. આ ગત વર્ષની સરખામણીમાં 5.5%વધારે છે. રિપોર્ટ મુજબ 2018-19માં કુલ 10,95,299 વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે પહોંચ્યા હતા. જેમાં 50% વિદ્યાર્થીઓ ભારત અને ચીન દેશના છે. બીજી તરફ અમેરિકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યૂરોપ પસંદ કરી રહ્યા છે. 2017-18માં અમેરિકામાંથી 3,41,751 વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

China Indian students Students Population US અમેરિકા કોર્સ ચીન ભારત વિઝા વિદ્યાર્થીઓ US Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ