બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / repeated earthquake sixth time in last 23 days in himachal pradesh

ધરતીકંપ / શું હિમાચલમાં મોટી આફતના એંધાણ! છેલ્લા 23 દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

MayurN

Last Updated: 09:34 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  • હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી
  • 23 દિવસમાં 6 વખત ભૂકંપના આંચકા

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી.આ ભૂકંપ મધ્યરાત્રે 12.42 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર નજીક બેરકોટ ગામમાં ભૂગર્ભમાં 0.5 કિલોમીટરની ઊંડાઈએ હતું. 

મંડી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ ત્રણથી પાંચ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે ઓછી તીવ્રતાના કારણે ભૂકંપથી ક્યાંય નુકસાનના અહેવાલ નથી. 

23 દિવસમાં 6 વખત ભૂકંપના આંચકા
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકાના કારણે લોકો ગભરાટમાં છે. છેલ્લા 23 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં છ વખત ભૂકંપના આંચકા આવ્યા છે. જો કે દર વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલનું નુકસાન થયું નથી. 06 દિવસ પહેલા એટલે કે 3 જાન્યુઆરીએ સોલન જિલ્લામાં 2.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 31 ડિસેમ્બરે મંડી જિલ્લામાં સમાન તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 26 ડિસેમ્બરે કાંગડા, 21 ડિસેમ્બરે લાહૌલ-સ્પીતિ અને 16 ડિસેમ્બરે કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અવારનવાર ભૂકંપના આંચકાઓને કારણે રાજ્યના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. 

ભૂકંપની દૃષ્ટિએ હિમાચલ સૌથી સંવેદનશીલ ઝોનમા
હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4 અને 5માં સામેલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ પર્વતીય રાજ્યમાં મોટા ભૂકંપની આગાહી કરી છે. વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ