જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે કરો આ 3 ઉપાય જે વ્યક્તિને તરત જ ફળ પ્રદાન કરે છે
મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે
સાચા મન અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે
હનુમાનજી સંકટ હરનારા દેવ છે
ધાર્મિક શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના દરેક દિવસ કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાચા મન અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે કરો આ 3 ઉપાય જે વ્યક્તિને તરત જ ફળ પ્રદાન કરે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા ત્રણ ઉપાય વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે.
મંગળવારના દિવસે કરો આ ઉપાય 1. સંકટોથી મળે છે મુક્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઇ જાતકના જીવનમાં એક બાદ એક સંકટ આવતા હોય તો મંગળવારના દિવસે આ ઉપાય કરી શકાય છે. તે માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. હનુમાન મંદિર જાઓ અને તેમને લાલફૂલ, માળા, દેસી ઘીનો દીવો અને લાડુનો ભોગ લગાવો. ત્યાર બાદ ત્યાંજ બેસી જાઓ અને 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી ત્યાં બીજા 10 મંગળવાર (કુલ 11) સુધી આ ઉપાય કરો. આમ કરવાથી દરેક સંકટથી મુક્તિ મળશે.
2. આર્થિક સમસ્યાને દૂર કરવા
જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છો અને ઝડપથી તેમાંથી નીકળવા માંગો છો તો મંગળવારના દિવસે વાંદરાને પોતાના હાથથી ગોળ, ચણા, કેળા અને મગફળી વગેરે ખવડાવો. એટલુ જ નહીં તેમના માટે પાણી ભરીને રાખો. કહેવાય છે કે વાંદરાની આ રીતે સેવા કરવાથી ભક્તોને ઝડપથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
3. બીમારીથી છુટકારો મેળવવા
મંગળવારના દિવસ સવારે હનુમાનજીના મંદિરે જાઓ. ત્યાં વિધિવિધાન સાથે પૂજા કરો. ત્યાર બાદ ત્યાં બેસીને હનુમાનબાહુકનો 108 વખત પાઠ કરો. ત્યાર બાદ આ ઉપાય પ્રતિદિન કરો. આ ઉપાય કરવાથી ઝડપથી બીમારીથી છુટકારો મળશે અને વ્યક્તિ સ્વસ્થ્ય બનશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.