બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / reliance jio offering best plan with daily 3gb data and 365 days validity
Last Updated: 10:40 AM, 9 September 2021
ADVERTISEMENT
જિયોના પ્લાનમાં એક સૌથી બેસ્ટ પ્લાન છે જે એરટેલ અને વોડાફોનને ટક્કર આપે છે. એ છે 3499 રૂપિયાનો પ્લાન. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ જિયોના આ પ્લાનમાં કંપની દરરોજ 3 જીબી મુજબ કુલ 1095 જીબી ડેટા આપી રહી છે. આ સિવાય આ પ્લાનમાં દેશભરના તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. કંપની આ પ્લાનના સબ્સ્ક્રાઇબર્સને જિયો ટીવી અને જિયો સિનેમા જેવી જિયો એપ્લિકેશન્સનું મફત એક્સેસ પણ આપી રહી છે. દરરોજ 100 ફ્રી એસએમએસ આપે છે.
ADVERTISEMENT
એરટેલ અને વોડાફોન પાસે નથી આવો પ્લાન
અનલિમિટેડ પ્લાન્સની કેટેગરીમાં જિયો સિવાય અન્ય કોઈ કંપની પાસે આવો પ્લાન નથી. જે 365 દિવસિની વેલિડિટી અને 3 જીબી ડેટા ઓફર કરે. એરટેલની વાત કરીએ તો કંપની પાસે 2798 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS અને દેશભરના કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે.
આ પ્લાનમાં ઉપલબ્ધ એડિશનલ બેનેફિટ્સની વાત કરીએ તો તેમાં ડિઝની+ હોટસ્ટાર મોબાઇલનું એક વર્ષનું મફત સબ્સ્ક્રિપ્શન સામેલ છે. આ ઉપરાંત,કંપની પ્લાનમાં એમેઝોન પ્રાઇમ વીડિયોના મોબાઇલ વર્ઝનનું 30 દિવસનું ફ્રી ટ્રાયલ પણ આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.