બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / reliance jio extends validity of prepaid plans till 3 may after airtel and vodafone

ટેલિકોમ / 3 મે સુધી લૉકડાઉન લંબાવાયા બાદ JIO યુઝર્સ માટે આવી મોટી ઑફર

Parth

Last Updated: 05:46 PM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે દેશમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે દેશમાં લોકડાઉન વધારી દેવામાં આવતા ઘણા બધા મોબાઈલ યુઝર્સ જે રિચાર્જ કરાવી શકતા તેમને ટેલિકોમ કંપનીઓ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. એરટેલ અને વોડાફોન બાદ હવે JIO કંપની પણ ગ્રાહકોને આ સુવિધા આપવા જઈ રહી છે.

  • JIOના પ્રીપેડ યૂઝર્સની વેલિડિટી વધારવાનો નિર્ણય
  • લોકડાઉનના કારણે જે લો-ઈનકમ ધરાવતા લોકોને રાહત 
  • એરટેલ અને વોડાફોન દ્વારા પહેલાં જ અપાઈ છે રાહત 

ઈનકમિંગ કૉલ બંધ નહીં થાય 

એરટેલ અને વોડાફોન બાદ હવે JIOના પ્રીપેડ યૂઝર્સની વેલિડિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે જે ગ્રાહકોનો પ્લાન પૂરો થઇ તે યુઝર્સના ઈનકમિંગ કૉલ બંધ થશે નહીં થાય. 

JIOએ આપ્યું નિવેદન 

JIOએ નિવેદનમાં કહ્યું કે લોકડાઉનમાં લો-ઈનકમ ધરાવતા યૂઝર્સને ફાયદો મળશે. સાથે જ તે યૂઝર્સને પણ લાભ થશે જે કોઈ કારણોસર રીચાર્જ કરાવી શકતા નથી. નોંધનીય છે કે કંપનીએ કહ્યું હતું કે 20 એપ્રીલથી દેશની મોટા ભાગની આઉટલેટ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખૂલવા જઈ રહી છે. 

Airtel  અને Vodafone-Idea એ પણ આપી હતી રાહત 

વાયરસના કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યો છે ત્યારે Airtel  અને Vodafone-Idea દ્વારા તેના કરોડો યુઝર્સને મોટી રાહત આપવામાં આવી હતી.  બંને કંપનીઓએ પ્રીપેડ પ્લાન્સની વેલીડીટી ત્રીજી મે સુધી વધારી દીધી હતી. લોકડાઉનના કારણે જે ગ્રાહકો રિચાર્જ કરાવી શકતા નથી તે લોકોને માટે આ સૌથી મોટી રાહત છે. બંને કંપનીઓ કોઈ જ એક્સ્ટ્રા કોસ્ટ વગર યુઝર્સને વેલીડીટીની ઓફર આપવામાં આવી હતી. ત્યારે હવે JIO યુઝર્સને આ લાભ મળવા જઈ રહ્યો છે. 

એરટેલ કંપનીએ શરુ કરી અનેક સુવિધાઓ 

જે યૂઝર્સ મોબાઈલ એકાઉન્ટ રીચાર્જ કરાવી શકતા નથી તેમની મદદ માટે ટેલિકોમ કંપનીઓએ બેંકની પણ મદદ લેવાની શરૂઆત કરી છે. એરટેલ કંપનીએ હાલમાં જ એક સુવિધાની શરૂઆત કરી જેમાં ગ્રાહકો ATM, પોસ્ટ ઓફીસ, ગ્રોસરી સ્ટોર અને દવાની દુકાનથી પણ મોબાઈલ રીચાર્જ કરાવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Prepaid plan Reliance Jio Vodafone jio coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ