બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Reliance Jio customers rejoice, this important service can be absolutely free from January

ભેટ / રિલાયન્સ જિયોના ગ્રાહકો આનંદો, જાન્યુઆરીથી આ મહત્વની સેવા થઈ શકે છે એકદમ ફ્રી

Nirav

Last Updated: 01:08 AM, 30 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોના કસ્ટમર્સ માટે એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, જેના પ્રમાણે જાન્યુઆરીથી અન્ય નેટવર્ક પર જિયોની FUP મર્યાદા હતી શકે છે જેના લીધે હવે અન્ય કંપનીઓની જેમ જ જિયોના ગ્રાહકોને પણ અન્ય નેટવર્કની જેમ નોન જિયો નેટવર્ક પર કોલિંગનો કોઈ ચાર્જ ન લાગશે અને તે અનલિમિટેડ ફ્રી થઈ જશે.

  • રિલાયન્સ જિયોની કોલિંગ ફ્રી થઈ શકે છે 
  • અન્ય નેટકવર્ક પર થઈ શકે છે ફ્રી 
  • TRAI ના નિર્ણયને લીધે મળી શકે છે રાહત 

સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે TRAI ભારતીય ટેલિકોમ પ્રાધિકરણ સંસ્થાનના એક નિર્ણયને લઈને આવું બની શકે છે, અત્યાર સુધીમાં જિયો IUC ના લીધે નોન જિયો નેટવર્ક પર એક મિનિટના 6 પૈસાનો ચાર્જ લેતું હતું જે TRAI એ બંધ કરવાનું નક્કી કર્યું છે જેના લીધે આગામી મહિનાથી જિયોના ગ્રાહકોને નોન જિયો નેટવર્ક પરની કોલિંગ મર્યાદાથી મુક્તિ મળી જશે. 

ગ્રાહકોને થશે ફાયદો 

રિલાયન્સ જિયોએ તેના આગમન બાદથી જ ભારતીય ટેલિકોમ જગતની વ્યાખ્યા બદલી નાખી હતી અને ભારતમાં 4જી ની શરૂઆતમાં મોટો ભાગ ભજવ્યો હતો, હવે કંપની એવું કહી રહી છે કે તે 2021ના મધ્યમાં ગમે ત્યારે સ્વદેશી 5G લોન્ચ કરી શકે છે. 

રિલાયન્સ જિયોના કસ્ટમર્સ માટે TRAIનો આ નિર્ણય ઘણી રાહત આપનારો બની રહેશે. માર્કેટમાં હજાર બીજા નેટવર્ક જેમ કે VI , BSNL અને AIRTEL પહેલાથી જ અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપી રહ્યા છે, જો કે હવે જો રિલાયન્સના કોલ પણ અનલિમિટેડ થઈ જાય છે તો રિલાયન્સનો કસ્ટમર વર્ગ વધી શકે તેવી શક્યતા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio Unlimited calling jio જિયો રિલાયન્સ Gift
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ