બ્રેકિંગ ન્યુઝ
VTV / reliance jio 2399 prepaid plan offers daily 2gb data for 365 days validity
Last Updated: 11:55 AM, 11 May 2021
ADVERTISEMENT
યુઝર્સને પણ એવા સસ્તા પ્લાન જોઈએ છે, જેની કિંમત ઓછી હોય અને વધુ ડેટા અને ફ્રી કોલિંગ મળે. આજે અમે તમને જિયોના એવા જ બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યાં છે. જેમાં 3.28 રૂપિયામાં 1 જીબી ડેટા અને ફ્રી કોલિંગ પણ મળે છે.
2399 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
જિયોના 2399 રૂપિયાનો એક પ્લાન છે. તેમાં 1 જીબી ડેટાની કિંમત 3.28 રૂપિયા થાય છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. રિલાયન્સ જિયોએ આ પ્લાનને બેસ્ટ સેલરની કેટગરીમાં રાખ્યો છે. એટલે કે આ પ્લાનમાં લોકો સૌથી વધુ રિચાર્જ કરાવે છે. આમાં ડેટા, કોલિંગ સહિત અન્ય સુવિધાઓ પણ મળે છે.
હકીકતમાં આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. 365 દિવસ પ્રમાણે ગ્રાહકોને કુલ 730 જીબી ડેટા મળી જાય છે એટલે કે એક જીબી ડેટાની કિંમત 3.28 રૂપિયા થઈ જાય છે. આ રીતે જ 3.28 રૂપિયામાં 1 જીબી મળવું બેસ્ટ ડીલ છે. જે તમને આખું વર્ષ ચાલશે.
જિયોના 2399 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને બધાં જ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ સિવાય ગ્રાહકોને JioTV, JioCinema, JioCloud, JioSecurity અને JioNews જેવા એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન એવા લોકો માટે ખાસ છે જેઓ વારંવાર રિચાર્જની ઝંઝટથી બચવા માંગે છે. સાથે જ ડેટાની પણ વધુ જરૂર પડતી હોય એવા લોકોએ આ પ્લાનમાં રિચાર્જ કરાવવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.