બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / Reason behind violent dogs and their angry behaviour

જાણો / રખડતાં શ્વાન કેમ બની રહ્યા છે આદમખોર? શું કોઈ કારણ છે જવાબદાર, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા

Vaidehi

Last Updated: 06:04 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી ડોગ અટેકનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે પાલતુ કૂતરાંઓનું આવું જંગલી સ્વરૂપ જોઈને કારણ જાણવાની ઈચ્છા લોકોને થાય તે સ્વાભાવિક છે. જાણો શું છે કારણ...

  • ડોગ અટેકનાં અનેક કિસ્સાઓ સામે
  • પાલતુ કૂતરાઓનો આવા સ્વભાવ પાછળ શું કારણ
  • કૂતરાંઓમાં કેનિબલિઝ્મની આદત કોમન

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી ડોગ અટેકનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. હાલમાં રાજસ્થાનથી લઈને હૈદ્રાબાદ સુધી કેટલીય જગ્યાઓ પર કૂતરાંઓએ નાના બાળકો પર હુમલો કરીને તેના ચમડાં ફાડી નાખ્યાનાં બનાવો સામે આવ્યાં છે. અચાનક આ પાલતુ પ્રાણી જંગલી કઈ રીતે બની રહ્યો છે તે પણ એક વિચારવાનો વિષય છે. 

ભૂખ્યાં કૂતરાં એકબીજાને ખાવા લાગ્યાં...
થોડાક વર્ષો પહેલા મલેશિયામાં કૂતરાઓની આબાદી ઝડપથી વધી રહી છે. તેના પર કંટ્રોલ કરવા માટે સરકારે પશ્ચિમી હિસ્સાઓનાં એક શાંત દ્વીપ પર હિંસક કૂતરાઓને છોડવાનું શરૂ કરી દીધું છે. તો સેંકડોની સંખ્યામાં કૂતરાઓ તો હતાં પરંતુ તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું અને થોડા જ સમયમાં તેઓ એકબીજાને ખાવા લાગ્યાં હતાં. કોમન વાત તો એ હતી કે મજબૂત કૂતરાંઓ સાથે મળીને નબળાઓને શિકાર કરતાં હતાં. 

કોમન છે કૂતરાઓની આ આદત
કૂતરાંઓમાં એકબીજાને ખાવાની પ્રવૃતિ એટલી રેયર નથી. જર્નલ ઓફ કંપેરિટિવ સાઈકોલોજીમાં છપાયેલ રિપોર્ટ કોનિબલિઝ્મ ઈન ડોગ્સમાં જણાવવામાં આવ્યું હતું કે 11માંથી માત્ર 2 કૂતરાઓ એવા હોય છે જે અન્ય ડોગને ખાવાથી બચ્યાં છે. તેમાંથી 5 ડોગ્સની સામે કૂતરાઓનું માંસ પીરસવામાં આવે તો તે સરળતાથી ખાઈ લે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ મેડિસિનનું પણ એવું જ કહેવું છે કે કૂતરાંઓમાં કેનિબલિઝ્મની આદત નવી વાત નથી.

શું છે કેનિબલિઝ્મ ?
કેમ્બ્રિજ ડિક્શનરી અનુસાર જ્યારે માણસ જ માણસનું માસ ખાવા લાગે છે ત્યારે તેને આદમખોર કે કેનિબલ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પ્રજાતિ પોતાની પ્રજાતિનાં જ પશુઓને ખાય છે ત્યારે પણ તેને કેનિબલિઝ્મ કહેવામાં આવે છે.  દુનિયાનાં કેટલાક હિસ્સાઓમાં અત્યાર સુધી કેનિબલિઝ્મ એક પ્રથા હતી. પાપુઆ ન્યૂ ગિની દેશમાં વર્ષ 1950 સુધી લોકો પોતાના મૃત પરિજનોનું માંસ ખાતા હતાં. તેઓ આ પ્રવૃતિને આત્માની શુદ્ધિની રીત માનતા હતાં.

ડોગ્સ જ બન્યા માણસોનાં દુશ્મન?
કૂતરાં મોટાભાગે મિત્ર પ્રાણી માનવામાં આવે છે. પરંતુ આ મિત્ર પ્રાણી એટલું હિંસક થઈ રહ્યું છે કે તે બાળકોને ફાડવા લાગી ગયું છે. આ ઘટના પાછળ પણ આપણે જ ક્યાંકને ક્યાંક જવાબદાર હોઈ શકીએ છીએ. એક રિસર્ચ કહે છે કે તાપમાનમાં ફેરફારનાં કારણે જે ખાનપાનનું અસંતુલન સામે આવી રહ્યું છે તે માણસો અને પશુઓની વચ્ચે 80% અથડામણનાં કારણે બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ