બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RBI approves 20 rupee coin designed by ahmedabad student

વાહ! / RBIએ જાહેર કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, અમદાવાદમાં ભણતા વિદ્યાર્થીએ બનાવી છે ડિઝાઈન

Shalin

Last Updated: 09:52 PM, 2 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં 20 રૂપિયાનો નવી સિક્કો બહાર પાડ્યો છે. તેને મુંગેલીના દીકરા સ્વપ્નીલ સોનીએ ડિઝાઇન કરી છે.

'એક દિવસ આપણો સિક્કો આખા દેશમાં ચાલશે' આ વાક્ય કેટલાક લોકો માટે તે ફક્ત એક ફિલ્મ ડાયલોગ હશે, પરંતુ છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં રહેતા સ્વપ્નિલે તે સાચુ સાબિત કરી બતાવ્યું છે. હવે તેમના બનાવેલા સિક્કા આખા દેશમાં ચાલશે. હા, સ્વપ્નીલે 20 રૂપિયાનો સિક્કો ડિઝાઇન કર્યો છે જે તમારા હાથમાં ટૂંક સમયમાં આવશે. આ સિક્કો પીએમ મોદીએ લૉન્ચ કરી ચૂક્યાં છે. 

અમદાવાદમાં ભણ્યો છે સ્વપ્નિલ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનિંગ (NID) અમદાવાદના વિદ્યાર્થી રહેલા સ્વપ્નીલે ગયા વર્ષે આ સિક્કાની રચના કરી ત્યારે RBIએ ડિઝાઈન માટે અરજીઓ મંગાવી હતી. દેશભરમાંથી મળેલી અરજીઓમાં સ્વપ્નીલની ડિઝાઇનની RBI દ્વારા પસંદગી કરાઈ હતી.

જાણો કેવી છે ડિઝાઈન

સ્વપ્નીલના જણાવ્યા મુજબ, તેનો ડિઝાઇન કરેલો સિક્કો બાકીના સિક્કાઓથી તદ્દન અલગ છે. તેમાં, કૃષિ લક્ષી ભારતની એક ઝલક દેખાય છે અને 12 શંકુ બનાવવામાં આવ્યા છે. સિક્કાની વચ્ચે કોપર અને નિકલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે દ્રષ્ટિથી દિવ્યાંગ વ્યક્તિ પણ તેને સરળતાથી ઓળખી શકે છે. સિક્કાની બાજુમાં અશોક સ્તંભ લખેલું છે અને તેની નીચે સત્યમેવ જયતે. અશોક સ્તંભની જમણી બાજુ ભારત અને ડાબી બાજુ ઈન્ડિયા લખેલું છે. સિક્કાની પાછળ, 20 રૂપિયા હિન્દી અને અંગ્રેજીમાં છે.

કેવી રીતે સ્વપ્નીલની ડિઝાઈન સિલેક્ટ થઈ?

સ્વપ્નીલ નેશનલ સ્કૂલ ઑફ ડિઝાઇન (NID) અમદાવાદમાં PGનો અભ્યાસ કરે છે. જ્યારે ભારત સરકારે સિક્કા ડિઝાઇન કરવાની જવાબદારી ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી સંસ્થાઓને આપી ત્યારે નેશનલ સ્કૂલ ઑફ ડિઝાઇન અમદાવાદે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાઈ તો છત્તીસગઢના સ્વપ્નિલે આપેલા કન્સેપ્ટને પસંદ કરવામાં આવ્યો હતો.

તમે પણ મોકલી શકો છો તમારી ડિઝાઈન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ચલણની ડિઝાઇન માટે હંમેશા દેશભરમાંથી અરજીઓ મંગાવે છે. જો તમે ડિઝાઇનિંગના શોખીન છો અને તમારી પાસે સારો કન્સેપ્ટ છે, તો તમારો સિક્કો પણ દેશમાં ચાલી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

20 Rupees coin Currency NID RBI ahmedabad અમદાવાદ સિક્કો Currency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ