બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / VTV વિશેષ / Rama is said to be Marya Purushottam, the literal observance of a promise, what events can make human life blessed

મહામંથન / રામ કેમ કહેવાયા મર્યાદા પુરુષોત્તમ? એક વચનનું શબ્દશઃ પાલન!, ક્યા પ્રસંગો માનવજીવનને ધન્ય બનાવી શકે?

Dinesh

Last Updated: 09:48 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: અયોધ્યામાં તો ત્રેતાયુગ જેવું જ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અવધનગરીને રામમય બનાવવાની તમામ તૈયારી થઈ ચુકી છે

  • ભગવાન શ્રીરામ પાસેથી શું શીખ્યા?
  • જીવનમાં આદર્શ હોય તો શ્રી રામ જેવા!
  • પિતાના વચનનું શબ્દશઃ પાલન!


અત્યારે દેશના કોઈપણ ખૂણે નજર કરશો તો મોટેભાગે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની જ ચર્ચા હશે, પછી ભલે એ ચર્ચા સામાજિક હોય કે રાજકીય હોય. અયોધ્યામાં તો ત્રેતાયુગ જેવું જ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અવધનગરીને રામમય બનાવવાની તમામ તૈયારી થઈ ચુકી છે. રામમંદિર તો લોકો માટે ખુલ્લુ પણ મુકાઈ જશે અને તેના સંભવિત સામાજિક, આર્થિક, રાજકીય પડઘા પણ પડીને શમી જશે. વાત જ્યારે શ્રીરામની થઈ રહી છે ત્યારે એકદમ સાદો છતા અતિશય મહત્વનો પ્રશ્ન એટલો જ છે કે આપણે એક માનવ તરીકે ભગવાન રામ પાસેથી શું શીખ્યા. અત્યારે કદાચ એવો દીકરો દીવો લઈને શોધવો પડશે કે જે પોતાના નહીં પણ પિતાના વચનપાલન માટે 14 વર્ષનો વનવાસ તો દૂર કોઈ નાની અમથી જવાબદારી નિભાવી બતાવે. મર્યાદા આજીવન જાળવવા અને સમાજમાં આદર્શને સ્થાપિત કરવા જે પોતાનું સર્વસ્વ ત્યાગી શકે એવો વ્યક્તિ આજે ક્યાં છે. શબરીનો ઉદ્ધાર કરવાનો હોય કે પછી નાવિકની હોડીમાં બેસીને નદી પાર કરવાની વાત હોય કે પછી ભીષણ યુદ્ધમાં પણ નીતિને વળગી રહેવાની વાત હોય જીવનના તમામ તબક્કે એક સવાલ થાય કે રામ ક્યાં છે અને આપણે રામના જીવનમાંથી એક કણ જેટલું પણ આચરણ અમલમાં મુકી શક્યા છીએ ખરા. અત્યારે તો સામાજિક જીવન હોય કે રાજકીય જીવન પરંતુ વચન આપવામાં આવે છે જ તોડવા માટે. ક્યાંક ખુલ્લેઆમ મર્યાદા ભંગ થાય છે તો ક્યાંક ખુલ્લેઆમ સ્ત્રીનું અપમાન થાય છે. સાદી ભાષામાં કહીએ તો રામ જે રસ્તે ચાલ્યા એ રામાયણ છે પણ એ રસ્તો સરળ નથી કાંટાઓથી ભરેલો છે. 

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચર્ચા
દેશમાં રામમય માહોલ બની રહ્યો છે. અયોધ્યાનગરી ત્રેતાયુગમાં હોય તેવી રીતે સજાવવામાં આવી છે. ચારેબાજુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચર્ચા છે, મંદિરના નામે કેટલાક લોકો બિનજરૂરી રાજકારણ કરી રહ્યા છે તેમજ તમામ ઘટનાક્રમની વચ્ચે પાયાનો પ્રશ્ન એ છે કે આપણે રામ પાસેથી શું શીખ્યા?. ભગવાન રામના જીવનચરિત્રને આપણે કેટલું અપનાવ્યું?

આચરણ જે શ્રીરામને બનાવે છે આરાધ્ય
મર્યાદા
ગુરુનો આદર
કુટુંબ પ્રેમ
આજ્ઞાકારી
ભાઈચારો
વિનમ્રતા
ધીરજ
મિત્રતા
રક્ષક

ધરતી ઉપર રામ અવતરણ કેમ?
રામના જન્મનું સૌથી મોટું કારણ ભગવાન શ્રીરામ ખુદ હતા. ભગવાન રામ સ્વયં પોતાની લીલા પુરી કરવા વનમાં જવા માંગતા હતા તેમજ હનુમાનજી સાથે મેળાપ, શબરીનો ઉદ્ધાર કરવાનો હતો. ધરતી ઉપર ધર્મ અને મર્યાદાની શીખ આપવાની હતી. પૃથ્વી ઉપર પાપનો ભાર ઓછો કરવાનો હતો, એવી પણ વાયકા છે કે ધરતીને રાક્ષસોથી બચાવવા રામે વનવાસ સ્વીકાર્યો હતો. દક્ષિણ દિશામાં રાક્ષસોનો વાસ હતો જેનાથી પૃથ્વીને બચાવવાની હતી. દેવતાઓ ખુદ અધર્મનો નાશ કરવા ભગવાન વિષ્ણુને વિનંતી કરવા ગયા હતા. ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે તેઓ માનવ સ્વરૂપે ધરતી ઉપર અવતરશે. ભગવાન રામ વિષ્ણુના સાતમા અવતાર હતા

રામના જીવનમાંથી શું શીખવાનું છે?
વચનપાલનની પરંપરાને જાળવી રાખવી તેમજ પિતાએ આપેલા વચન માટે વનવાસનો સ્વીકાર કર્યો તે શીખ લેવા જેવું છે. રાજગાદીમાંથી વનવાસ, નિયતિને સહર્ષ સ્વીકારવી તેમજ નિયતિને કોઈ બદલી શકતું નથી માટે ફરિયાદ ન કરવી જે મહત્વના ગુણ જીવન ઉપયોગી છે. ખરાબ સમય હોય ત્યારે ધીરજ રાખવી. એક સ્ત્રીની રક્ષા કરવી. અધર્મનો નાશ કરવા પ્રતિબદ્ધ રહેવું. સમાજના તમામ વર્ગને સાથે લઈને ચાલવું અને યુદ્ધમાં ક્યારેય મર્યાદાનો ભંગ ન કર્યો તેમજ મિત્રતા નિભાવી જાણી અને અસત્યનો હંમેશા વિરોધ કરવો જે ખૂબ જ જીવન ઉપયોગી છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ