બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 06:07 PM, 5 July 2019
સુરતમાં મોબ લિચિંગના વિરોધમાં રેલી દરમિયાન ઘર્ષણ થયું હતું. ચોક બજારથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજે મોબ લીન્ચિંગના વિરોધમાં આ રેલી યોજી હતી. પોલીસે મક્કાઇ પુલ સુધી આ રેલીને મંજૂરી આપી હતી. છતા આ ટોળું હજુ આગળ વધાવા માંગતું હતું. જેને લઇને પોલીસ અને રેલીના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ADVERTISEMENT
ઘર્ષણના પગલે રોષે ભરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. રેલીમાં ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડ્યા હતા. વિવેકાનંદ સર્કલ પાસે ટોળાએ ચક્કાજામ કર્યુ હતું. જોકે પોલીસ દ્વારા રેલીના આયોજક કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાળા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુસ્લિમ સમાજે યોજી હતી રેલી
લઘુમતી સમાજ દ્વારા દેશમાં મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન માંગ કરવામાં આવી હતી કે, મોબ લિંચિંગની ઘટનાના ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.