કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
રસ્તો રોકવા માટે મોદી સરકારને દોષી ઠેરવી
કેન્દ્ર સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો
રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ આજે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે ખેડૂતોના દરવાજા બંધ કર્યા છે. અને લોકોના દરવાજા પણ સરકારે બંધ કરી દીધા છે, અમે કોઈ દરવાજા બંધ કર્યા નથી. ગાઝીપુર બોર્ડર પહોંચેલા ટિકૈતે કહ્યુ કે, અહીં દિવાળી મનાવવામાં આવશે, અહીં દીવા પ્રગટાવવામાં આવશે.
રાકેશ ટિકૈતે રસ્તો રોકવા માટે મોદી સરકારને દોષી ઠેરવી
રાકેશ ટિકૈતે કહ્યું કે, "સરકારે ખેડૂતો અને લોકો માટે દરવાજા બંધ રાખ્યા છે. અમે કોઈ દરવાજો બંધ કર્યો નથી. જો સંયુક્ત મોરચાનો નિર્ણય થશે તો અમે દિલ્હી તરફ જઈશું.આંદોલનના પ્રશ્ન પર રાકેશ ટિકૈતે કહ્યું, " હવે સંસદમાં માર્કેટ લાગશે, સુપ્રીમ કોર્ટ પણ નજીક છે અને સંસદ પણ.અહીંનું બજાર ધીમે-ધીમે બંધ થઈ ગયું છે, તેથી આશા છે કે દિલ્હીમાં ભાવ સારા રહેશે.” તેણે રસ્તો રોકવા માટે ભારત સરકારને દોષી ઠેરવ્યો. ટિકૈતે વધુમાં કહ્યું કે, "સરકારને 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો અમે અમારા ટેન્ટ રિપેરિંગ પણ કરાવીશું. હજુ 6 મહિનાની તૈયારી કરીશ, તેમણે કહ્યું કે જ્યાં સુધી કાળો કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી પાછા કેવી રીતે જશે.
કેન્દ્ર સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો
રાકેશ ટિકૈતે સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. ટિકૈતે કહ્યું, "ઉત્તર પ્રદેશમાં હિંદુ મુસ્લિમ, રાજસ્થાનમાં જાટ બિન-જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા બિન-મરાઠા, હરિયાણામાં ચૌટાલા પરિવાર તૂટી ગયો, બિહારમાં લાલુ પરિવાર તૂટી ગયો, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવનો પરિવાર તૂટી ગયો. જો આરએસએસનો માણસ ક્યાંક પ્રવેશે છે, તો તે પરિવારને તોડી નાખે છે. તેમણે કહ્યું કે અમે ટિકરીમાં લીધેલા નિર્ણય સાથે સહમત છીએ. પણ અહીં અમે રસ્તો ખોલી દીધો છે, અહીં મીટિંગની જરૂર નથી.