બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / rajya sabha elections 8 bjp candidates elected unopposed kapil sibal and javed ali also won

રાજ્યસભા ચૂંટણી / UPમાંથી ભાજપના આઠેય ઉમેદવારો બિનહરીફ, સપામાંથી સિબ્બલ અને જયંત ચૌધરી પણ વિજેતા

Pravin

Last Updated: 06:11 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં 10 જૂને ચૂંટણી થવાની છે. પણ આ અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ભાજપના તમામ 8 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

  • રાજ્યસભા માટે આટલા સાંસદો બિનહરીફ ચૂંટાયા
  • 10 જૂને થવાની રાજ્યસભા માટે ચૂંટણી
  • 15 રાજ્યોની 57 સીટો પર થવાનું છે મતદાન

સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં 10 જૂને ચૂંટણી થવાની છે. પણ આ અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ભાજપના તમામ 8 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, તો વળી સમાજવાદી પાર્ટી તરફથી કપિલ સિબ્બલ, જયંત ચૌધરી અને જાવેદ અલી પણ ચૂંટાઈ આવ્યા છે. સપાએ જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલીને લોકસભા માટે સપા-રાલોદ ગઠબંધન મજબૂત કરવા માટેનું પ્રથમ પગથિયુ પાર પાડી લીધું છે. કોંગ્રેસ ઉમેદવાર રાજીવ શુક્લા અને રંજીત રંજન છત્તસીગઢમાંથી રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 

ભાજપના બિનહરીફ સાંસદો

  • સુરેન્દ્ર નાગર
  • લક્ષ્મીકાંત બાજપેયી
  • રાધામોહન દાસ અગ્રવાલ
  • દર્શના સિંહ
  • સંગીતા યાદવ
  • કે લક્ષ્મણ
  • મિથિલેશ કુમાર
  • બાબૂ રામ નિષાદ

મધ્ય પ્રદેશથી બિનહરીફ ચૂંટાયા તન્ખા, સુમિત્રા અને કવિતા

વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા વિવેક તન્ખા, ભાજપના મહિલા નેતા કવિતા પાટીદાર અને સુમિત્રા વાલ્મિકીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તન્ખા રાજ્યસભામાં સતત બીજી વાર બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાલ્મિકી અને પાટીદાર બંને રાજ્યસભામાં પહેલી વાર જશે. મધ્ય પ્રદેશની ત્રણ ખાલી સીટ માટે કોઈ અન્ય ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું નહોતું. જ્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો.

ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી લીધી

સૂત્રોએ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાંથી પાટીદાર અને વાલ્મિકીને રાજ્યસભામાં મોકલીને ભાજપે 2023ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઓબીસી અને દલિત કાર્ડ ખેલ્યું છે. પાટીદાર પહેલા મધ્ય પ્રદેશ મહિલા મોર્ચાના સભ્ય તરીકે કામ કરી ચુક્યા છે. તો વળી વાલ્મિકી ત્રણ વાર જબલપુર નગર નિગમના કોર્પોરેટ અને એક વાર એલ્ડરમેન રહી ચુક્યા છે. તન્ખા હાલામં રાજ્યસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળ આગામી મહિને પુરો થઈ રહ્યો હતો.

આપને જણાવી દઈએ કે, દેશના 15 રાજ્યોની 57 સીટો પર આગામી 10 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. તેમાંથી રાજસ્થાનમાંથી ચાર, મહારાષ્ટ્રની છ, કર્ણાટકની ચાર અને હરિયાણાની બે બે સીટો પર ચૂંટણી થવાની છે. પરિણામ 10 જૂનના રોજ આવી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ