બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટ / Rajkot: Woman ASI and police constable suicide in awas qaurter

આત્મહત્યા / કાયદાનાં રક્ષકોનાં જ કેમ હાજાં ગગડી ઉઠ્યાં! રાજકોટમાં પોલીસકર્મીઓનાં આપઘાતે મચાવી ચકચાર

vtvAdmin

Last Updated: 08:42 PM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

`પોલીસ' આ નામ સંભળાય એટલે નજર સામે  કાયદાના રખેવાળોનાં જુસ્સાદાર વ્યક્તિત્વ નજર સામે તરવરી ઊઠે. સમાજને સુરક્ષિત રાખવા માટે પોતાની તાકાત લગાડી દેતા એ નવજવાન આપણી સામે ખડા થઈ જાય. રાત હોય કે દિવસ ડ્યૂટી લાગે ત્યારે દોડી જનારા પોલીસ જવાનો પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. પરંતુ તેમ છતાં મનથી મક્કમ રહી પોતાની ફરજ નિભાવતા હોય છે. તેને પોલીસ કહો કે કાયદાના રખેવાળ કહો.

ASI and police constable suicide

વિજાતીય પાત્ર પ્રત્યેનું આકર્ષણ એવા પ્રેમરસાયણ જન્માવે છે કે તે પછી પોતાનો મોભો, પોતાની જવાબદારી અને પોતાની ફરજ ભૂલી જાય છે અને જીવનનો આવી જાય છે કરુણ અંજામ આવી જ વધુ એક ઘટના રાજકોટથી પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલા એ.એસ.આઇ અને કોન્સ્ટેબલે સર્વિસ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો છે. બબ્બે પોલીસ કર્મીઓનાં આપઘાતે ઘેરુ રહસ્ય તો સર્જ્યુ છે જ સાથે સમાજને પણ આંચકો આપ્યો છે કે કાયદાનાં જવાબદાર રક્ષકોનાં હૈયા આટલા માટી પગાં હોય છે? જે પ્રેમ નામના વહેણમાં આમ તણાય જાય? ત્યારે જોઈએ આ અહેવાલ.

`પોલીસ' આ નામ સંભળાય એટલે નજર સામે  કાયદાના રખેવાળોનાં જુસ્સાદાર વ્યક્તિત્વ નજર સામે તરવરી ઊઠે. સમાજને સુરક્ષિત રાખવા માટે પોતાની તાકાત લગાડી દેતા એ નવજવાન આપણી સામે ખડા થઈ જાય. રાત હોય કે દિવસ ડ્યૂટી લાગે ત્યારે દોડી જનારા પોલીસ જવાનો પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. પરંતુ તેમ છતાં મનથી મક્કમ રહી પોતાની ફરજ નિભાવતા હોય છે. તેને પોલીસ કહો કે કાયદાના રખેવાળ કહો.

આ સ્થાન હાંસલ કરવા માટે તેમણે ખૂબ મહેનત કરી હોય છે. પોલીસની દરેક ભરતીમાં યુવાઓની આકરી મહેનત જોવા મળતી હોય છે. દેશદાઝ અને નાગરિકોની સુરક્ષા માટે તેમણે પસંદ કરેલુ આ ક્ષેત્ર ખૂબ સજાગતા સાથે પસંદ કર્યુ હોય છે અને આવા યુવાઓના માતા-પિતાએ પણ પોતાના સંતાનને કાયદા અને વ્યવસ્થાના રખેવાળ બનાવવા માટે આકરી મહેનત કરી હોય છે અને ઊંચા સપના જોયા હોય છે. પરંતુ રાજકોટમાં બે પોલીસકર્મીઓ વચ્ચે પ્રેમ પ્રકરણને કારણે આત્મહત્યા સુધીનો કરુણ અંજામ સામે આવ્યો છે તેણે સમાજને વિચારતો કરવા મજબૂર કર્યા છે.

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા એ.એસ.આઇ અને ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે સર્વિસ રીવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો. આ ઘટનાએ પોલીસબેડામાં ચકચાર જગાવી છે. શહેરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં પંડીત દીન દયાલ આવાસ યોજનામાં ઇ-402માં રહેતી અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતી ખુશ્બુ રમેશ કાનાબાર અને મવડી હેડ કવાર્ટરમાં રહેતા અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજાસિંહ અશોકસિંહ જાડેજાએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. ગત મોડી રાત્રે ખુશ્બુ કાનાબારનાં ફ્લેટે જ સર્વિસ રીવોલ્વરમાંથી બન્નેએ ગોળી મારી આપઘાત કરી લીધો.

મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલ રવિરાજાસિંહ જાડેજા અને ASI ખુશ્બુ કાનાબાર વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. જો કે રવિરાજાસિંહ જાડેજા પરીણીત હતો અને તેને ત્રણ વર્ષની બાળકી પણ છે. રવિરાજાસિંહ છેલ્લા આઠ વર્ષથી પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે જ્યારે ખુશ્બૂ ત્રણ વર્ષથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. પોલીસનું પ્રાથમિક તારણ છે કે, બન્ને વચ્ચેનો પ્રેમ સબંધ આપઘાત પાછળ કારણભુત હોઇ શકે છે.

હાલ પોલીસે એફ.એસ.એલ દ્વારા પણ તપાસ શરૂ કરી છે. જો કે બે પોલીસકર્મીનાં આ પ્રેમપ્રકરણનાં કારણે થયેલા આપઘાતના કિસ્સાએ સમાજને વિચારતા કર્યા છે કે દેશદાઝ અને કાયદાનાં રક્ષણનો જુસ્સો રાખનારા યુવા પોલીસ હૈયાઓ પોતાની ઊર્મિઓ પર અંકુશ નહીં રાખી શકતા હોય? આકરી સ્થિતિમાં પોતાનો મિજાજ નહીં ગુમાવવાની કેવવણી પામેલા નવજવાનો પ્રેમ લાગણી પર સંયમ જાળવવામાં કેમ નિષ્ફળ જઈ રહ્યાં છે? આ વિચારવાનો મુદ્દો છે. જો કાયદો અને વ્યવસ્થાનાં રખેવાળો પ્રેમ ઊર્મિનાં વહેણમાં માટીપગાં સાબિત થશે તો પછી તેમની પારિવારિક જવાબદારી અને સમાજરક્ષણની જવાબદારી જરૂર ખતરામા સરી પડશે તે પાકું છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

ASI Constable Police Suicide VTV vishesh VTV વિશેષ gujarat rajkot આત્મહત્યા પોલીસ રાજકોટ Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ