બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 05:52 PM, 13 February 2022
ADVERTISEMENT
રાજકોટમાં એક ગોઝારી દુર્ઘટનાના બની છે. ગોંડલ-જામવાડી GIDCમાં તુલસી ઇન્ડસ્ટ્રીયલમાં શોર્ટ સર્કિટથી 2 કામદારોના કમાટીભર્યા મોત નિપજ્યાં છે. લોખંડનો ઘોડો વીજ તારના સંપર્કમાં આવતા આ ભયવાહ બનાવ બન્યો છે.ઘઉંના ગોડાઉનમાં કામગીરી કરવા દોઢ માસ અગાઉ બિહારથી મજૂરી કામદારો આવ્યા હતા. પણ અકાળે વીજશોક લગતા અવસાન પામ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
લોખંડનો ઘોડો વીજ તારના સંપર્કમાં આવતા લાગ્યો કરંટ
ગુજરાતમાં ઘણા પરપ્રાંતિયો કમાવવા માટે દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા હોય છે. મજૂરીકામ કરી પોતાનું અને પરિવારનું પેટિયું રળતા હોય છે. આવી રીતે ગોંડલ-જામવાડી GIDCમાં તુલસી ઇન્ડસ્ટ્રીયલમાં લગભગ દોઢ મહિના પહેલા બિહારથી કામદારો કામ કરવા આવ્યા હતા. તેમાંથી બે મજૂરો લક્ષ્મણ સદા, મનોજ સદા ઘઉંના ગોડાઉનમાં કામ કરી લોખંડનો ઘોડો બહાર કાઢી રહ્યા હતા. જે દરમિયાન ગોડાઉન ઉપરથી પસાર થતો વીજવાયરલ અડકી જતા લોખંડના ઘોડા થ્રુ બંનેને જોરદાર આંચકો લગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા બંને કામદારોના મોત થયા હતા.
મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
આ દુર્ઘટનાના પગલે તુલસી ઇન્ડસ્ટ્રી બહાર આસપાસ કામકરતાં કામદારોના ટોળાં વળી ગયા હતા. સ્થાનિકોએ બંને યુવાનોના મૃતદેહોને સાવચેતીથી ઘટનાસ્થળેથી બહાર લાવી ગોંડલની સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડયા છે.પોલીસણએ ઘટનાની જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી તુલસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ હરેશ કુમાર કાંતિલાલ એન્ડ કંપનીના માલિક દિનેશભાઇ કાંતિભાઈ શેઠ તથા સાથીકામદારોના નિવેદન લીધા છે. તેમજ જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક લક્ષ્મણ સદા એક સંતાન છે જ્યારે મૃતક મનોજને 4 બાળકો છે. અચાનક જ બનેલી આ ગોઝારા બનાવમાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પરિવારો તેમજ કામદારો હાલ શોકમાં ગરકાવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.